________________
૭૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત માં રચાયેલી છે અને ત્યારબાદ પણ કવિએ એકાદ બે કૃતિ રચી હોવાનો સંભવ છે. એટલે તેમની સાહિત્ય પ્રવૃત્તિ લગભગ ૧૬૩૪ સુધી ચાલુ ગણી તેમનું મૃત્યુ વહેલામાં વહેલું સને ૧૬૩૫ આસપાસ મૂકી શકાય આમ એમનો જીવનકાળ ૬૦ વર્ષનો ગણી શકાય.” (કવિ ઋષભદાસ એક અધ્યયન - પૃ. ૪૪)
આમ બધા સંકલનોમાંથી છેલ્લું સંકલન વધારે તર્કબદ્ધ લાગે છે. આ બધામાંથી એક અર્થ એ ફલિત થાય છે કે “કવિનું વ્યક્તિ તરીકેનું અસ્તિત્ત્વ ૬૦ વર્ષ સુધી હતું.
શ્રાવક કવિ ઋષભદાસનું વ્યક્તિત્વ
પ્રત્યેક વ્યક્તિનું વક્તવ્ય તેના કણકણમાં વ્યાપ્ત છે. સુગંધને - સુમનથી, ગુલાબથી અલગ કરી શકાય નહિ. એ જ રીતે વ્યક્તિથી વ્યક્તિત્વ અલગ થઈ શકે નહિ. વ્યક્તિનું વ્યક્તિત્વ અમરતત્ત્વ છે અને તે વ્યક્તિના અણુએ અણુમાં વ્યાપ્ત છે.
વ્યક્તિ સીમ છે વ્યક્તિત્વ અસીમ છે ! વ્યક્તિ ક્ષર છે વ્યક્તિત્વ અક્ષર છે ! વ્યક્તિ વિનાશી છે વ્યક્તિત્વઅવિનાશી છે ! વ્યક્તિ મૃત છે વ્યકિતત્વ અમર છે !
વ્યક્તિ વિલીન થાય છે પરંતુ તે પોતાના વ્યક્તિત્વની અમીટ છાપ લોકોના મન પર મૂકી જાય છે તે કદી વિલીન થતી નથી. વ્યક્તિ જેટલી તેજસ્વી હોય તેટલી તેના સંપર્કમાં આવવાવાળી વ્યક્તિ પર ખૂબ મધુર અને પ્રભાવક સંસ્કારોની છાપ પડે છે.
સ્થૂળદેહે જેનું અસ્તિત્વ વિલીન થઈ ગયું છે એના વ્યક્તિત્વનું મૂલ્યાંકના એના જ અક્ષરદેહથી કરવું એ એક કસોટી છે છતાં મારી મતિ અને એમની કૃતિઓના આધારે એક પ્રયાસ કરી રહી છું.
અનાદિકાળથી માનવના મનમાં પોતાના અભ્યદયની અમર આકાંક્ષા રહેલી હોય છે. બધાની એ આકાંક્ષા પૂર્ણ થતી નથી. જેમની થાય છે એમાંના એક નશીબદાર માનવ એટલે શ્રાવક કવિ ઋષભદાસ. તેમના વ્યક્તિત્વના કેટલાક ઊજળા પાસા નીચે મુજબ છે. ૧) આદર્શ પૌત્ર - કવિના હૃદયે એમના દાદાનું બહુમાન હતું એમના દાદાથી પ્રભાવિત, દાદાના માર્ગને અનુસરનારા હતા. દાદા પ્રત્યેનો આદર એમના ગુણગ્રામરૂપે અનેક કૃતિઓમાં કર્યો છે. જેમ કે : - અ)સંઘવી શ્રી આ મહઈરાજ વખાણું, પ્રાગવંસીઅ વીસો અ તે જાણું.”- ઋષભદેવનો રાસ બ) સોય નગર માંહિ વીવહારી, નામ ભલુ મહિરાજ રે,
પ્રાગવંશ વડો તે વીસો, કરતા ઉત્યમ કાજ રે... - સ્થૂલિભદ્ર રાસા