________________
by
જીવવિચાર રાસ એક અધ્યયન જીવનકાળ ૬૦ વરસનો ગણી શકાય.”
(કવિ ઋષભદાસ એક અધ્યયન - પ્રો. ડૉ. વાડીલાલ ચોકસી પૃ. ૩) ૦ જેન સાહિત્યના વિદ્વાન મોહનાલાલ દેસાઈના જણાવ્યા અનુસાર “પ્રથમ તેમનો સમય વિચારતાં જન્મ સંવત કવિએ પોતાના કોઈ પણ ગ્રંથમાં આપેલ ન હોવાથી અને મરણ સંવત બીજા સાધનથી મળી શકે તેમ ન હોવાથી અનુમાન પ્રમાણથી કામ લઈશું. ૦ તેમની પહેલી મોટી કૃતિ ‘વ્રતવિચાર રાસ’ સંવત ૧૬૬૬ માં રચાયેલી છે તેમાં સરસ્વતીની સ્તુતિ કરી છે. પછી અંતે છેલ્લી ઢાલમાં ૫૯ મી કડીમાં લખ્યું છે કે, “સોલ સંવરિ જાણિ છાસષ્ઠિ, કાતિએ વદિ દિપક દાઢો,
રાસ તવ નીપનો આગમિ ઉપનો, સોય સુણતા તુમ પુણ્ય ગાઢો.” તેમની છેલ્લી કૃતિ સં.૧૬૮૮ ની “રોહિણીઆ રાસ મળી આવે છે. ત્યારપછી થોડા વર્ષો વિદ્યમાન રહી ઉત્તરાવસ્થા ધર્મક્રિયામાં ગાળી હોય તો તે સંભવિત છે. આ કવિ સં. ૧૭૦૦ સુધી વિદ્યમાન રહ્યા હોય એમ ગણીએ તો તેમનું આયુષ્ય (લગભગ) ૬૦ વર્ષ પ્રાયઃ ગણાય.”
| (‘કવિવર ઋષભદાસ” રા. રા. મોહનલાલ દલીચંદ દેસાઈ પૃ. ૩૧) ૦ શાહ કુંવરજી આણંદજીએ કવિનો જન્મ ૧૬૪૧ માં થયો હોવાનું જણાવ્યું
| (હિતશિક્ષા રાસનું રહસ્ય - પ્રસ્તાવના પૃ. ૪). ૦ જેન ગૂર્જર કવિઓમાં પૃ. ૨૩ કવિ ઋષભદાસના પરિચયમાં જન્મ મરણનો કોઈ ઉલ્લેખ નથી. ૦ શ્રી શિવલાલ જેસલપુરાએ (અનુસાર) એમનો જન્મ ઈ.સ. ૧૫૯૫ માં લગભગ (૧૬૫૧) થયો હોવાનું અને એમનું મૃત્યુ ઈ.સ. ૧૬પપ માં લગભગ (૧૭૧૧) ખંભાતમાં થયું હોવાનું જણાવ્યું છે.
(કુમારપાળ રાજાનો રાસ - શ્રી શીવલાલ જેસલપુરા) ૦ વિદ્વાન પ્રો. ડૉ. વાડીલાલ ચોકસીના મતે “કવિની પ્રથમ મોટી કૃતિ ‘ઋષભદેવ રાસ’ સં. ૧૬૬૨ એટલે સને ૧૬૦૬ માં રચાયેલી છે પરંતુ રચના સાલ પ્રાપ્ત થયા વિનાની કવિની બીજી નવેક અને બીજી અપ્રાપ્ત બે એક કૃતિઓમાંથી બે-ત્રણ કૃતિઓ ઋષભદાસ રાસ પહેલાં પણ રચાઈ હોવાનો સંભવ છે.
આ ધ્યાનમાં રાખતા કવિની સાહિત્ય પ્રવૃત્તિ આશરે ૧૬૦૧ થી ગણી શકાય. બાલ્યકાળ, અભ્યાસ સાહિત્ય વાંચન અને પક્વતા આદિ માટે એમના જીવનના પ્રથમ પચ્ચીસ વરસ અનામત રાખીએ તો તેમની સાહિત્ય પ્રવૃત્તિની શરૂઆત સમયે તેમની ઉંમર આશરે ૨૬ વર્ષની ગણી શકાય અને એ હિસાબે એમનો જન્મ સને ૧૫૭૫ આસપાસ મૂકી શકાય. હવે રચના સાલ હોય એવી કવિની ૨૪ કૃતિઓમાંથી છેલ્લી રચાયેલી સાહિત્યકૃતિ ‘રોહિણ્યા રાસ ૧૬૮૮ (ઈ.સ. ૧૬૩૨)