________________
૭૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જગગુરૂનો શિષ્ય ખરો રે દીસે બહુ ગુણગ્રામ, ત્યાં દિલ્હીપતિ થાપતો રે, સૂરસવાઈ રે નામ, હીરવચન દીપાવતો રે, જયસિંહ પુરૂષ ગંભીર, જિણે ગચ્છ સંઘ વધારિયો રે, ગયો ન જાયો રે હીર. બિંબ પ્રતિષ્ઠા બહુ થઈ રે, બહુઆ ભરાયા બિંબ, તે જયસિંહ ગુરૂ માહરો રે, વિજય તિલક તસ પાટ.
આમ આ બધી પ્રશસ્તિને આધારે કહી શકાય કે શરૂઆતની કૃતિઓમાં વિજયસેનસૂરિ એમના ગુરૂ હતા. વિજયસેનસૂરિના સ્વર્ગવાસ પછી તેમની પાટે વિજયતિલકસૂરિ આવ્યા જે ત્રણેક વર્ષ પછી કાળધર્મ પામ્યા પછી તેમની પાટે વિજયાનંદસૂરિ આવ્યા. ત્યાર પછી રચાયેલ બધી કૃતિઓમાં પ્રાયઃ કરીને આચાર્ય
શ્રી વિજયાનંદસૂરિની જ સ્તુતિ છે. એક “જીવંતસ્વામીના રાસ’માં શ્રી વિજયદેવસૂરિને પ્રણામ કર્યા છે. જે એમના પિતાશ્રીના ગુરૂ છે એમ જણાવ્યું છે. પોતે તો વિજયાનંદસૂરિના શિષ્ય છે એમ જીવવિચાર રાસની પંક્તિ ૪૯૦ થી ૪૯ર માં પ્રતિપાદન કર્યું છે. | વિજયસેન સૂરિનું અપર નામ જયસિંહ હતું. એ નામ નિર્દેશ ભરત બાહુબલિ રાસ’માં કર્યો છે. | વિજયસેનસૂરિ, વિજયતિલકસૂરિ, વિજયાનંદસૂરિ અને વિજયદેવસૂરિ એ ચારે આચાર્યો બાલબ્રહ્મચારી હતા એમ એમની કૃતિઓની પ્રશસ્તિમાંથી ફલિત થાય છે.
આમ કવિની કૃતિઓમાંથી અલોકિક, અનુપમ, અસ્મલિત, અનુત્તમ, અપૂર્વ, અસીમ ગુરૂભક્તિનો ચિતાર મળે છે.
સમક્તિસાર રાસ’માં કવિએ ગુરૂનો ચિતાર રજૂ કર્યો છે. પ્રાયઃ બધા રાસમાં ગુણગ્રામ તો કર્યા જ છે સાથે સાથે ગુરૂના ગુણોનું, કાર્યોનું, આચારનું પણ વર્ણના કરી ગુરૂનું મહત્ત્વ વધાર્યું છે. શ્રાવક કવિ ઋષભદાસ ખરા અર્થમાં શ્રમણોપાસક હતા.
શ્રાવક કવિ ઋષભદાસનું વ્યક્તિ તરીકેનું અસ્તિત્ત્વ :
એમના જન્મ કે મૃત્યુનો સ્પષ્ટ ઉલ્લેખ કોઈપણ કૃતિમાંથી મળી શકતો નથી. અંદાજિત સમય જે કૃતિઓમાંથી મળે છે તે નીચે મુજબ છે. ૦ ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં પૃ. ૩૩૬ પર ઉલ્લેખ છે કે “ઋષભદાસા ખંભાતના વતની હતા. તેમનો જન્મ ઈ.સ.૧૫૯૫ લગભગ થયો હતો અને તેમનું મૃત્યુ પણ ઈ.સ. ૧૬૫૫ લગભગ ખંભાતમાં જ થયું હતું. જીવનનો મોટો ભાગ તેમણે ખંભાતમાં વિતાવ્યો હતો.' (ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - પૃ.૩૩૬) ૦ પ્રો. ડૉ. વાડીલાલ ચોકસીના સંશોધન અનુસાર “એમના જીવનની પૂર્વમર્યાદા ઈ.સ. ૧૫૭૫ અને ઉત્તરમર્યાદા ઈ.સ. ૧૬૩૫ લેખતા તેમનો ઓછામાં ઓછો