________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૭૩ આ ગાથાઓથી એમના પરિવારની નિખ્ખાંકિત રેખાઓ ચિત્રિત થઈ છે. એમના પત્નીનું નામ કમલા હોવું જોઈએ. ‘ધરિ કમલા કંતા’ (કમલાનો એક અર્થ લક્ષ્મી પણ થાય છે) તેઓ સ્વરૂપવાન, ગુણવાન, સૌભાગ્યવાન હતા. તેમ જ પરંપરા મુજબ સુશ્રાવિકા પણ હશે જ. ભાઈ, બહેન, પુત્રો, પુત્રવધુઓ, પીત્રા - પૌત્રીથી હર્યોભર્યો પરિવાર હતો. પુત્રો - પુત્રવધુઓ વિનિત, સુસંસ્કારી, સુશીલા હતા. પુત્ર પરિવારજનોનો નામોલ્લેખ ક્યાંય નથી. તેમ જ પુત્રી સંબંધી પણ વિગત પ્રાપ્ત થઈ શકતી નથી. | ‘બહઈની બાંધવ જોડ’ આ કડીનું અર્થઘટન કરતાં મોહનલાલ દલીચંદ દેસાઈ જણાવે છે કે બે બહેન અને બે બાંધવની જોડી અગર એક બહેન ને એક બાંધવ મળીને એક જોડી એમ બે પ્રકારે થઈ શકે છતાં ઓછામાં ઓછું એક બહેન અને એક બાંધવા હતા એટલું નિશ્ચિતપણે કહી શકાય.
(જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૪૩) કવિની વંશ પરંપરા ચાલુ છે કે નહિ એની તપાસ કરવા ખંભાત જઈ આવી. પરંતુ એમના વંશના (પત્ર, પ્રપોત્ર) કોઈ વિશે સગડ મળ્યા નથી. અમદાવાદ હઠીસિંગના દેહરાનાં ઉપાશ્રયમાં ચાતુર્માસ અર્થે રહેલા આચાર્ય શીલચંદ્રવિજયજીને પણ મળીને પૂછ્યું પણ એમણે કહ્યું. એ માટેની શોધખોળ ચાલુ છે.
કવિનો વિદ્યાવંશ -
કવિના વ્યક્તિત્વના ઘડવૈયા ગુરૂઓ પ્રો. વાડીલાલ ચોકસીના સંશોધન અનુસાર “કવિ જેનોના વિખ્યાત તપગચ્છના મૂર્તિપૂજક શ્વેતાંબર વીસા પોરવાડ જૈન વણિક જ્ઞાતિના હતા. તેમના સમયમાં તપગચ્છની પ૮ મી પાટે સમ્રાટ અકબર પ્રતિબોધક હીરવિજયસૂરિ હતા. તેમનો સ્વર્ગવાસ સં. ૧૬પ૨ (૧પ૯૬)માં થયો હતો. તે સમયે કવિની ઉંમર ૨૧ વરસની ગણી શકાય. ત્યારબાદ અકબર બાદશાહ પાસેથી ‘સવાઈ જગદગુરૂ’નું બિરૂદ મેળવનાર તેમના પટ્ટધર વિજયસેનસૂરિ થયા. જેમને કવિએ પોતાના ગુરૂ તરીકે સ્વીકારી પોતાની કૃતિઓમાં અનેક સ્થળે સ્તવ્યા છે. પ્રથમ ઉલ્લેખ સને ૧૬૧૦માં રચાયેલ (વિ.સં. ૧૬૬૬) કવિના વ્રત વિચાર રાસમાંથી મળી આવે છે.” (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૧૮)
- ત્યાર પછીના પ્રાયઃ બધા રાસમાં ગુરૂગુણ ગાયા છે. ઋષભદેવ રાસમાં ગુરૂનો ઉલ્લેખ નથી. જે વ્રતવિચાર પહેલા લખાયો છે. નીચે ગુરુમહિમાની કેટલીક ગાથાઓ જોઈએ. ૧) તપગચ્છ ગાજે ગુણ નિરાજે અતિ શિવાજે જગગુરૂ, | શ્રી વિજય સેન સુરિંદ સેવો, સકલ સંઘ મંગલ કરો, - અજાકુમાર રાસા ૨) હીરતણે પાટે હવો, જયસિંહ ગુણવંત,
જીણે અકબર બાદશાહ બુઝવ્યો દિલ્હીપતિ બળવંત.