________________
૭૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત - ભરત બાહુબલિ રાસ (કવિવર ઋષભદાસ - મોહનલાલ દ. દેસાઈ પૃ. ૫૩)
માત્ર નામ સિવાય કવિના માતુશ્રીની બીજી કોઈ વિગત પ્રાપ્ત થઈ શકી નથી પરંતુ પરંપરાગત સુશ્રાવિકા હશે, દાન, શીલ, તપ, ભાવરૂપી ધર્મના આરાધક હશે. એમ અનુમાન થઈ શકે.
કવિના પિતાશ્રીનો ઉલ્લેખ જૈન ગૂર્જર કવિઓ”ના “ઋષભદાસ ના કૃતિસંગ્રહમાં યત્ર - તત્ર-સર્વત્ર રાસાકૃતિઓમાં છે. જીવવિચાર રાસમાં ૪૯૬ થી ૪૯ ગાથામાં પણ એમનો પરિચય છે. કવિની કૃતિઓના આદિ અંતના વિવરણના આધારે એમના પિતાશ્રીની જે રૂપરેખા મળે છે તે આ પ્રમાણે છે.
કવિના પિતાને ધન અને ધર્મનો પરંપરાગત વારસો મળ્યો હતો. કવિના પિતાનું નામ સાંગણ મહીરાજ સંઘવી છે. તેઓ પહેલા વિસનગરમાં રહેતા હતા. તેઓ સંભવતઃ વધારે બહોળા અને જલ્દી દૂઝતા વેપારને અર્થે વિસનગરથી
સ્થળાંતર કરીને ખંભાત બંદર (અખાત) આવીને વસ્યા ત્યાં એમને વેપાર સારી રીતે ફળ્યો જણાય છે. એમણે પણ સંઘ કાઢ્યો હતો. (આનંદ કાવ્ય મહોદધિ મોક્તિક - જીવણચંદ સાકરચંદ ઝવેરી પૃ. ૪) દેખાવે સ્વરૂપવાન હતા એ ‘સમકિતસાર રાસ માં તારા પુત્ર છઈ નયન ભલેરા, સાંગણ સંઘ ગ૭ધોરીજી’ થી સિદ્ધ થાય છે. પોતાના પિતાની માફક જ્ઞાતિમાં આગેવાન હતા. સિંહ સમાન ધર્મમાં પરાક્રમી હતા. એવું કવિ ‘સ્થૂલિભદ્ર રાસ રાસમાં આલેખે છે.
શ્રાવકના ગુણોથી સમૃદ્ધ હતા. પરનારીને માત -બહેન સમજનાર, પરધનને પથ્થર સમજનાર, હાંસી - ઠઠ્ઠા - મશ્કરી ન કરનાર, વિકથા ન કરનાર, પ્રાયઃ કરીને અસત્ય ન બોલનાર, તપ, જપ, ક્રિયા કરનાર, બાવ્રત ધારણ કરનાર, ત્રિકાળા જિનપૂજા કરનાર, દાન, શીલ, તપ ભાવથ યુક્ત, પુણ્ય - દાન વગેરે કરનાર, સમકિત સહિત, પૌષધવ્રત, ઉપવાસ, સામાયિક, પ્રતિક્રમણ નિત્ય કરનાર તેમ જ જિનવચન અનુરક્ત, સાધુ - સંતના સેવનહાર જીવદયા પાળનાર એમ અનેક ગુણોથી યુક્ત હતા.
અરિહંત પૂજઈ નિત આપ હાથઈ.” - પોતાની જાતે જ અરિહંતને પૂજનાર હતા. આ પંક્તિથી ખ્યાલ આવે છે કે ત્યારે અમુક લોકો જાતે પૂજા ન કરતા પૂજારી વગેરે પાસેથી પૂજા કરાવતા હશે. કવિનો પુત્ર પરિવાર -
ઘરિ કમલા કંતા નિ ભ્રાતા, માત, તાત સુત સારોજી, હઈ ગઈ રથ ગયવરિ ગુણવંતી, અતિ પોઢી પરિવારોજી -પૂજાવિધિ રાસ પુત્ર વિનીત ઘરે બહુઆ, શીલવંતી ભલી વહૂઅ. - હિતશિક્ષા રાસ
સુંદર ધરણી રે દીસઈ સોભતા, બહઈની બાંધવ જોન્ચ, બાલિક દીસઈ રે રમતાં બારણઈ, કુટુંબતણી કઈ કોડ્ય. - વ્રતવિચાર રાસ