________________
૭૧
ધરાવતા તેના પિતા, પિતામહ, પ્રપિતામહ, પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર આદિના આધારે વિચારણા કરવી પડે અને વિદ્યાવંશ માટે તેના ગુરૂ, મગુરૂ તથા શિષ્ય, પ્રશિષ્ય આદિ ગુરૂશિષ્ય પરંપરાનો વિચાર કરવાનો હોય.
શ્રાવક કવિ ઋષભદાસની વંશ પરંપરા : ૧) જન્મવંશ - કવિના પિતામહ
એમના જન્મવંશ પરંપરાનો ઉલ્લેખ પ્રાયઃ એમની દરેક કૃતિઓને અંતે પ્રાપ્ત થાય છે. જેમાંની કેટલીક કડીઓને નીચે કંડારી છે. અ) દીપ જંબૂઆ મહિં ક્ષેત્ર ભરતિં ભલો, દેશ ગુજરાતિમાં સોય ગાલ્યું,
રાય વીસલ વડો ચતુર જે ચાવડો, નગર વીસલ તિણંઈ વેગા - કુમારપાલ રાસા
(કવિ ઋષભદાસ એક અધ્યયન - પ્રો. ડૉ. વાડીલાલ ચોકસી પૃ.૨-૩) બ) શ્રી સંઘવી મહઈરાજ વખાણ વીસલનગરનાવાસીજી, વડા વીચારી સમકિત ધારી, મિથ્યા મતિ ગઈ ન્હાસીજી. આશા -
‘સમકતસાર રાસ' (જેન ગૂર્જર કવિઓ - ભાગ ૩ - મૃ. ૩૭) ક) પ્રાગવંસિ સંઘવી જ મઈહઈરાજે, તેહ કરતા બહુ ધર્મનો કાજો, -શ્રેણિક રાસ (કવિ ઋષભદાસ ૧ અધ્યયન – પ્રો.વાડીલાલ ચોકસી પૃ. ૧૨)
આમ આ કડીઓના આધારે નિષ્કર્ષ નીકળે છે કે
કવિના પિતામહ જંબુદ્વીપના ભરત ક્ષેત્ર મધ્ય ગુજરાત રાજ્યમાં આવેલા વિસલદેવ ચાવડાએ વસાવેલ વિસલનગરના રહેવાસી, પ્રાગવંસી વીસા પોરવાલા જેન વાણિક જ્ઞાતિના મહિરાજ સંઘવી કવિના દાદા હતા. તેઓ જૈન ધર્મના ચુસ્ત અનુયાયી હતા. સમકિતી, સ્વપત્નીવ્રતવાળા, નિશદિન પુણ્ય દાનધરમ કરવાવાળા, સામાયિક, પ્રતિક્રમણ, ત્રિકાળ જિનપૂજા કરનાર, પોષધ આદિ શુદ્ધ ક્રિયાઓ કરનારા હતા. ચતુર, શાસ્ત્રાર્થ વિચારનાર, શાહ - સંઘવી (સંઘ કઢાવવાને કારણે સંઘપતિ = સંઘવઈ = સંઘવી) હતા. શત્રુંજય, ગિરનાર, આબુ વગેરે સ્થળે સંદયાત્રા કઢાવીને સંઘતિલક કરાવ્યું હતું. તેથી તે શ્રીમંત પણ હતા. ખૂબ ધર્મના કાર્યો કરનારા હતા. ધર્મિષ્ઠ, ધર્મવૃત્તિવાળા, ધાર્મિક હતા. આચાર્ય શ્રી વિજયાનંદસૂરીના શ્રાવક હતા. દાન, શિયળ, તપ, ભાવ એ ધર્મના ચાર પાયાને અનુસરનારા મુખ્ય શ્રાવક હતા.
કવિના પિતામહી - (દાદી) નો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. કવિના માતા પિતા - કવિના માતુશ્રીનો નિર્દેશ માત્ર એક જ કૃતિમાં મળે છે.
સંઘવી સાંગણનો સુત કવિ છે. નામ તસ ઋષભનદાસ જનની સરૂપોમેને શિર નામી, જોડ્યો ભારતનો રાસ.