________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૨૫ પ૭ બ્રહ દેવલોક છઈ પંચમુજી, ત્રીજુ પરતર જ્યાંહિ,
લોકાંતિક સુર રૂઅડાજી, સોય વસઈ જઈ ત્યાહિં. સુણો.. ભાવાર્થ – એમનું સ્થાન પાંચમા દેવલોક બ્રહ્મ દેવલોકના ત્રીજા પ્રતરમાં છે. એ જગ્યાએ લોકાંતિકના દેવ રહે છે. દેવના ભેદની વાત પૂરી થાય છે. ૫૮ ટણિ ભેદ ત્રીજંચનાજી, જલચર થલચર જોય,
ત્રીજો ભેદ ત્રીજંચનોજી, ગગનિ ભમતાં સોય. સુણો... ભાવાર્થ – હવે તિર્યંચના ભેદનું વર્ણન કરું છું તિર્યંચના મુખ્ય ત્રણ પ્રકાર છે. જળચર, સ્થળચર અને ખેચર જે ગગનમાં ઊડે છે. (૫૯ મી કડી આ પ્રતમાં નથી. લીંબડીની પ્રતમાંથી મળી છે તે આ પ્રમાણે છે.) પ૯ પાંચ ભેદ જલચર તણાજી, મછકછ સુસમાર,
મગર જીવનિ તા 0ઉજી, જલચરનો વિસ્તાર સુણો... ભાવાર્થ – જળચરના પાંચ ભેદ છે. માછલા, કાચબા, સુસુમાર, મગર, અને ગ્રાહ એ જળચરનો વિસ્તાર છે. (લીંબડીની પ્રતમાં ત્રણ ભેદ ઉચરના એમ લખેલ છે.) ૬૦ પાંચ ભેદ જલચર તણાજી, ચોપદ ઉપર સાપ,
ભરપુર નોલ જે પૂરમુંખાજી, કરતા પ્રાહિં પાપ. સુણો.. ભાવાર્થ – (હવે પ્રત્યેકના ભેદ કહે છે. એ તિર્યંચના પાંચ ભેદ છે. જળચર, સ્થળચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, અને ખેચર. જો કે અહીં જળચરના પાંચ ભેદ બતાવ્યા છે.) ચોપગા, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, નોળિયાદિ પ્રમુખ ઘણું કરીને પાપ કરે છે એ ત્રણે ભેદ સ્થળચરના છે. ૬૧ ચ્યાર ભેદ ખચર તણાજી, સમુંગ પંખી રે સોય,
વીતત પંખી નિ જુઓજી, પંખી રોમ સુજોય. સુણો... ભાવાર્થ – ખેચરના ચાર ભેદ છે. સમજ્ઞ પંખી, વીતત પંખી, રોમ પંખી. ૬૨ ચોથો ચર્મ તે પંખીલજી, ચરબ સરિખી પંખ,
પૂન્ય હીણા પ્રાહિં કહ્યાજી, કરતા પાટિંગ ધંખ. સુણો.. ભાવાર્થ – ચોથો ચર્સ પંખીનો ભેદ છે જેની ચામડા જેવી પાંખ છે. પુણ્યહીન અને ખૂબ જ પાપ કરનાર આમાં ઉપજે છે. ૬૩ ત્રીજચ ભેદ ત્રણેહ કહ્યાજી, સોય સમુદ્ઘમ હોય,
ગર્ભત પણિ હોઈ સહીજી, જિનવરિ ભાખ્યું સોય. સુણો... ભાવાર્થ – આમ તિર્યંચના ત્રણ ભેદ (પ્રકાર) કહ્યા. એ સંમૂરિઈમ પણ હોઈ શકે અને ગર્ભજ પણ હોઈ શકે એવું જિનવરે કહ્યું છે. ૬૪ સાત ભેદ છઈ નારકીજી, સાતે નરગે રે વાસ,
તેહમાં દૂખ છઈ અતી ઘણુંજી, કોય મ કરસ્યો આસ. સુણો... ભાવાર્થ – હવે નારકીના ભેદ કહે છે. નારકીના સાત ભેદ છે. સાત નરકાવાસાનાં