________________
૧૨૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત સાત ભેદ છે. એમાં ઘણું દુઃખ છે. માટે નરકમાં જવાની આશા કોઈ ન કરશો. ૬૫ માનવ ભેદ સુણયો સહુજી, એક સો નિ વલી એક,
પનરિ કર્મ ભોમ્યમાંજી, માનવ બહૂ અકેક, સુણો... ભાવાર્થ – હવે મનુષ્યના ૧૦૧ ભેદ કહે છે. એમાં પંદર કર્મભૂમિના ૧૫ ભેદ છે. ૬૬ અક્રમ ભોમ્ય ત્રીસઈ કહીજી, તીહાં જયગલનો રે વાસ,
છપન અંતર દ્વીપમાં છે, યુગલ રહિ છઈ ખાસ. સુણો... ભાવાર્થ - ત્રીસ અકર્મભૂમિના ક્ષેત્રમાં જુગલિયા રહે છે. છપ્પન અંતરદ્વીપમાં પણ જુગલિયા રહે છે. એમ એકસો એક ભેદ છે.
દુહા – ૨ ૬૭ એકસો એક ભેદ જ વલી, નરના ભાખ્યા જોય,
હવઈ સકલ વલી જીવના, શરીરમાન કહું સોય. ભાવાર્થ – નારકી - તિર્યંચ - મનુષ્ય - દેવ આ બધાના ભેદની વાત પૂરી થઈ. ૧૦૧ ભેદ મનુષ્યના કહ્યા પછી હવે બધા જીવના શરીરમાન એટલે કે અવગાહના કહું છું. ૬૮ આઉ ઋતિ પ્રાણ જ કહું યોનિ તણું પરિમાણ,
કાંઈક બોલઃ બીજા કહું સુણયો સહું સુજાણ. ભાવાર્થ – તેમ જ આયુષ્ય, કાયસ્થિતિ, પ્રાણ, યોનિ અને એ સિવાય બીજા બોલ (જેમ કે વેશ્યા - ઉપયોગ - સંસ્થાન - ઇંદ્રિય વગેરે) કહું છું તે તમે સહુ સારી રીતે જાણીને સાંભળો.
ચઉપઈ - ૨ ૬૯ સુણજયો સકલ કહઈ મુખ્ય વીર, સર્વ એકંદ્રી તણું શરીર,
અંગલ અસંખ્યાતમો ભાગ, તેહમાં એટલો મુક્યો માગ. ભાવાર્થ – મહાવીર પ્રભુ સર્વ જીવોને સ્વમુખે કહી રહ્યા છે તે ધ્યાનથી સાંભળજો. સર્વ એકેન્દ્રિયની અવગાહના આંગુલના અસંખ્યાતમા ભાગની છે એમાં આટલો અપવાદ છે. ૭૦ જે પરત્થગ વનસપત્તી હોય, તેહની કાયા પોઢી જોય,
જોઅણ હજાર ઝાઝેરાવલી, શરીરમાન કહઈ કેવલી. ભાવાર્થ – પ્રત્યેક વનસ્પતિ આશ્રી ઉત્કૃષ્ટ એક હજાર જોજન ઝાઝેરૂ શરીરનું માપ કેવળી કહે છે. (બાકીનાની જઘન્ય-ઉત્કૃષ્ટ આંગુલનો અસંખ્યાતમો ભાગ છે.). ૭૧ છઈ દસ હજાર વરસનું આય, વેશ્યા ચાર તેહ નિ કહઈવાય,
ક્રીષ્ન નીલ કાપોતહ જેહ, તેજુ લેગ્યા કહીઈ તેહ. ભાવાર્થ – વનસ્પતિનું આયુષ્ય દશ હજાર વર્ષનું, તેમાં તેને પ્રથમની ચાર લેશ્યા કહી છે. કૃષ્ણ, નીલ, કાપોત અને તેજો લેશ્યા.