________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૭૨ વલી ભાખિ શ્રી જિનવરવીર, એકંદ્રી નિ ચ્યાર શરીર,
તેજસ, કારમણ, ઓદારિક જોય શરીર વઈકરી તેહનઈ હોય. ભાવાર્થ - વળી શ્રી જિનવર વીરે એકેન્દ્રિયની અંદર ચાર શરીર કહ્યા છે. તેજસ, કાર્મણ, ઔદારિક અને વૈક્રિય શરીર તેને હોય.
૭૩ એક સંસ્નાન હૂંડ તસ હોય, દરસણ એક અચક્ષુણ હોય,
અપ્પોગ ત્રણિ એકંદ્રી તણઈ વ્યવરી સોય જિનશવર ભણઈ.
ભાવાર્થ - તેને એક હુંડ સંસ્થાન હોય છે. દર્શન એક અચક્ષુ હોય એકેન્દ્રિયને ત્રણ ઉપયોગ વ્યવહારથી જિનેશ્વરે કહ્યા છે.
૧૨૭
૭૪ અચલૂ દરસણ અ અપ્પોગમાન સુત્તઅજ્ઞાન નિં મતિ અજ્ઞાન, ચ્યાર વલી પરજાપતિ જોય, આહાર, શરીર નિં અંદ્રી હોય. ભાવાર્થ - એની અંદર ત્રણ ઉપયોગ છે તે એક અચક્ષુદર્શન તથા શ્રુત અજ્ઞાન અને મતિ અજ્ઞાન. એને ચાર પર્યાપ્તિ હોય તે આહાર, શરીર, ઈંદ્રિય. ૭૫ સાસ ઉસાસ તે ચોથો ભેદ એકંદ્રી સહુ નપૂંસક વેદ,
એહનિં પ્રાણ કહ્યા છઈ ચ્યાર, વયવરી ભાખ્યું સોય વીચાર. ભાવાર્થ
અને ચોથો પ્રાણ શ્વાસોચ્છ્વાસ. બધા એકેન્દ્રિય નપુંસક વેદવાળા હોય. એને પ્રાણ ચાર હોય છે. વ્યવહારથી આ વિચાર કહ્યો છે. ૭૬ શરીર અનેિં કાયા બલ કહું, સાસઓસાસ આઊંખું લઠું,
ચ્યાહારે પ્રાણ તણી એ લાખ, જ્યોન એકંદ્રી બાવન લાખ. ભાવાર્થ - શરીર અને કાયાબળ, શ્વાસોચ્છ્વાસ અને આયુષ્ય એ ચાર પ્રાણ હોય. એની જીવાજોનિ બાવન લાખ છે.
-
૭૭ કાયસ્થતિ જીવ કેતું રડઈ, ઉશ્રપણી અવશ્રપણી કહઈ, અસંખ્યાતી તે પણિ કહું એક ભેદ વલી બીહુ લહુ.
ભાવાર્થ કાય સ્થિતિ-એક જ કાયમાં વારંવાર જન્મ મરણ કરે તો કેટલી વાર
કરે એ કહે છે. અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી જેટલો કાળ એક ને એક
-
કાયમાં જન્મ મરણ કર્યા કરે. વળી બીજો પણ એક ભેદ કહું છું.
૭૮ અનંત કાય માંહા રહઈ જીવ ઘણું, ઉશ્રપણી અવસર્પણી ભણું, સોય અનંતી સહી પણિ કહું, એકંદ્રી મીથ્યાતી લહું.
ભાવાર્થ - અનંતકાયમાં જીવ અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ રહે. એકેન્દ્રિય જીવ મિથ્યાત્ત્વી હોય.
૭૯ એકંદ્રી પરમૂખ જેહ વલી, દસઈ સાંગ્યના કહઈ કેવલી,
પહઈલી સાંગ્યના કહીઈ આહાર, જલ સીર્ચિ પામઈ વીસ્તાર. ભાવાર્થ - એકેન્દ્રિય પ્રમુખમાં દસ સંજ્ઞા કેવળીએ કહી છે. એમાં પહેલી આહાર સંજ્ઞા છે. જે વનસ્પતિકાયના જીવો પાણી પ્રાપ્ત કરીને વિસ્તાર પામે છે. અથવા