________________
૧૨૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત તો પાણી પ્રાપ્ત થાય એ તરફ પોતાનું મૂળ ફેલાવે છે. ૮૦ ભઈ સાંગ્યના બીજી કહી લજાલું વૃખા નઈ તે સહી,
ભોમિ પાસવાંગ તો જસિં, લાલ મૂખ વીડઈ તસિં. ભાવાર્થ – બીજી ભયસંજ્ઞા કહી છે. ભૂમિ પર પાદસંચાર થતાં, ભયથી કેવી રીતે લજ્જાળુ મુખ બીડે તેવી રીતે લજામણીના છોડ બીડાઈ જાય છે. ૮૧ મઈથન સાંગ્યના ત્રીજી હોય, વર્ષ ખજૂરી પારો જોય,
શ્રી જયોગિં તે વાધઈ વલી, કુપ થકી આવઈ ઉછલી. ભાવાર્થ – ત્રીજી મૈથુન સંજ્ઞા છે. ખજૂરી આદિ વૃક્ષ પદ્મિની સ્ત્રીના પાદપ્રહાર, આલિંગન આદિથી વૃદ્ધિ પામે છે. તેમ જ પારાના કૂવામાંથી પારો કાઢવા માટે સોળ શણગાર સજેલી સ્ત્રી કૂવામાં, પાનયુક્ત ઘૂંકની પીચકારી મારે તો એ કૂવામાંથી પારો ઉછળીને તે સ્ત્રી તરફ ફેંકાય છે જે મેથુન સંજ્ઞાનું સૂચક છે. ૮૨ પરીગ્રહઈ સાંગ્યનાનું અઈંધાણ, વડ પરમુખ તું જોજે જાણ,
શાખા પરશાખા વીસ્તરઈ, વડવાઈ રચૉહોં પાસાં ફરઈ. ભાવાર્થ - હવે પરિગ્રહ સંજ્ઞાનું એંધાણ (નિશાની - ઓળખ) કહે છે. વડનું વૃક્ષ એનું ઉત્તમ દષ્ટાંત છે. શાખા - પ્રશાખા એટલે કે વડવાઈઓ ચારે બાજુ વિસ્તરતી જાય છે. (ભરૂચનો કબીરવડ પ્રખ્યાત છે. એક જ મૂળ ઝાડના અનેક ફાંટા થઈને મોટા વિસ્તારમાં ફેલાઈ ગયો છે.) ૮૩ ક્રોધ સાંગ્યના કહીઈ તેહ, વર્ષ ઊપરિ વિર્ષ ઉગઈ જેહ,
આંકોડીના ફલ ચંપાય, કૂકૂકાર કરઈ તેણઈ ડાય. ભાવાર્થ – પાંચમી ક્રોધ સંજ્ઞા કહી છે. જે રીતે વૃક્ષ પર વૃક્ષ ઉગે તે રીતે ક્રોધ થાય છે. આંકોડીના ફળ જે નીચે પડ્યા હોય તેની ઉપર કોઈ ચાલે તો ચંપાવાના કારણે તે તે જ સ્થાને ક્રોધીની જેમ ફફકાર કરે છે. ૮૪ રોદંતી ઝૂરતી જોય, મૂઝ હૃતિકાં દૂખીઆ કોય,
માન સાંગિનાએ પણિ હોય, માન કરઈ તે દૂખીઆ જોય. ભાવાર્થ – રૂદ્રવંતી નામની વનસ્પતિ અહંકારના કારણે રૂદન કરે છે કે હું સુવર્ણસિદ્ધિ કરાવનાર છું. છતાં લોકો દુઃખી કેમ છે? આમ માન સંજ્ઞા કરીને દુઃખી થાય છે. ૮૫ કોહોલી ફલ નિ ઢાંકઈ ઘણું, એ લખ્યણ મોહમાયા તણું,
મોહિં કરી નરનારી જોય, ઍહુ ગતિ માંહિ ફરતાં સોય. ભાવાર્થ – કોળાની વેલ પોતાના (કોળાના) ફળને માયા કરીને ઢાંકી દે છે. એ મોહમાયાનું લક્ષણ છે. મોહને કારણે નર - નારી ચારે ગતિમાં ફરે છે. ૮૬ પૂઆડીઆ પરમુખ જે વર્ષ, ધ્યન ઉપરિ ઉગતાં હર્ષ, - લોભ સાંગ્યના એ આઠમી, લોભિ ગયા નર દૂરગતિ નમી.