________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૨૯ ભાવાર્થ – કુવાડીઆ - બિલપલાશ કે શ્વેતાર્ક પ્રમુખ વૃક્ષ લોભને વશ થઈને ધન ઉપર પોતાના મૂળ ફેલાવે છે અર્થાત્ મૂળ વડે ધનને ઢાંકીને હર્ષ પામે છે. એ આઠમી લોભ સંજ્ઞા કરવાથી નર દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે. ૮૭ ઓઘ સાંગ્યના જો વેલડી, મુંકી વાટિ નિ વાડિ ચડી,
અસ્ય જ્ઞાન જગિ સહુ કો તણઈ, રખે પ્રાણ કાયા નઈં હણઈ. ભાવાર્થ – વેલડી કે વેલાઓ પોતાનો માર્ગ છોડી વૃક્ષ પર ચડે છે તે ઓઘ સંજ્ઞાને કારણે છે. જગમાં એવું જ્ઞાન બધાને હોય છે. રખે મારા પ્રાણ હણાઈ જાય એમ વિચારીને બધા ઓઘ સંજ્ઞા પ્રમાણે વર્તે છે. ૮૮ લોક સાંગ્યના દસમી જોય, નીશા શમઈ જીવ સહું કોય,
કમલ વદન સંકોચન કરી ઉંઘઈ સોય નીદ્રા અનુંસરી. ભાવાર્થ – દશમી લોક સંજ્ઞા છે. રાત્રે જેમ બધા પોતાની નિદ્રા પ્રમાણે ઊંઘે છે. એમ કમલ - પોયણા આદિ પોતાની પાંખડીઓ બીડી દઈને પોતાની નિદ્રા પ્રમાણે ઊંધી જાય છે.
દુહા – ૩ ૮૯ ઉંઘઈ નિદ્રા અનુસરી, એકંદ્રી સહુ જીવ,
અનંતકાલ એણી પરિ ગયો, દૂખીઓ ભમઈ સદીવ. ભાવાર્થ – બધા એકેંદ્રિય જીવ નિદ્રા અનુસાર ઊંઘે છે. એ રીતે બધા જીવોનો અનંતકાળ ગયો. અને દુઃખી થઈને તે સદાય ભમ્યા કરે છે.
ઢાલ – ૨
પાટલે સમરિન પૂજ પરૂપઈ ૯૦ બેઅંદ્રીના ભાવ ભણી જઈ, હનિ છઈ ષટ પ્રાણ,
એકંદ્રી : જીવથી બઈ અધ્ધિકા ભાષા જીભ સુજાણ.
હો ભવીકા જોયો જીવ વીચાર આંચલી. ભાવાર્થ – હવે બેઇંદ્રિયના ભાવ પ્રગટ કરે છે. જેને છ પ્રાણ છે. એ તું સારી રીતે જાણ. એકેન્દ્રિય જીવથી
બે પ્રાણ અધિક છે ભાષા અને જીભ (રસનેન્દ્રિય) ૯૧ સંઘેણ એક છેવહૂં કહી, શરીર જોઅણ તસ બાર,
સંસ્કાન ફંડ હોઈ એક તેહનિ કહું જ કષાઈ ચ્યાર. હો ભવી. ભાવાર્થ – એને (બેઇંદ્રિયને) એક છેવટું સંઘયણ હોય. બાર જોજનની અવગાહના હોય. એક હુડ સંસ્થાન, ચાર કષાય હોય. ૨ દસઈ સાંગ્યના ધરી, લહીઈ શરીર ત્રણિ તસ કહીઈ,
તેજસ કારમણ અનિ ઉદારિક, જિનવર ભાખ્યા લહીઈ. હો ભવી. ભાવાર્થ – દશ સંજ્ઞા, ત્રણ શરીર તેજસ - કાર્મણ - ઓદારિક એ ત્રણ શરીર