________________
૧૩૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત જિનવરે ભાખ્યા (કહ્યા) છે. ૯૩ લેશ્યા ત્રણિ હોઈ વાલી તેહનિ ક્રીષ્ન નીલ કપોત,
દરસણ એક અચલુણ કહી, વેદ નપૂંસક હોત. હો ભવી. ભાવાર્થ – કેશ્યા ત્રણ પ્રથમની કૃષ્ણ - નીલ - કાપોત હોય, એક અચક્ષુદર્શન કહ્યું છે. એક નપુંસક વેદ હોય. ૯૪ સમતિ દ્રષ્ટી ખાઈ બેઅંકી, મીથ્યા દ્રષ્ટી કહીઈ,
મતિ અગ્યનાંન હોઈ એ પાસઈ, સુત અગિનાન પણ લહીઈ. હો ભવી. ભાવાર્થ – દષ્ટિ બે-સમક્તિ અને બીજી મિથ્યાદષ્ટિ. મતિ અજ્ઞાન હોય. મૃતા અજ્ઞાન પણ હોય. ૫ મત્યહ જ્ઞાન નિ સુતહ જ્ઞાનહ પાંચ અપ્પોગહ કહીઈ,
અચશ્ન દરસણ મતિ અગયનાન્હ, સુત અજ્ઞાન સુ કહીઈ. હો ભવી. ભાવાર્થ – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન પણ હોય. એને પાંચ ઉપયોગ હોય તે અચક્ષુ દર્શન મતિ અજ્ઞાન, મૃત અજ્ઞાન હોય. ૯૬ મતિહ : જ્ઞાનનિ સુતક જ્ઞાનહ, અપ્પોગ પંચ એ હોય,
બાર વરસ બેઅંદ્રી જીવઈ, યોન લાખ તસ દોય . હો ભવી. ભાવાર્થ – મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાન એમ પાંચ ઉપયોગ હોય. બેઈન્દ્રિય જીવનું આયુષ્ય બાર વરસનું હોય, જીવાજોનિ બે લાખ હોય. ૯૭ એક શમઈ જીવ શંખ્ય અસંખ્યા, પજતા નિ મરતા,
કાય સ્મૃતિ ભવ રહઈ સંખ્યાતા, બેઅંદ્રી માંહા ફરતા. હો ભવી. ભાવાર્થ – એક સમયે જીવ સંખ્યાતા કે અસંખ્યાતા ઉપજે અને ચવે (મરે). કાયસ્થિતિ સંખ્યાતા (ભવ) કાળની હોય એટલે સંખ્યાતા કાળ સુધી બેઇન્દ્રિય તરીકે ઉપજયા કરે. ૯૮ સંખ્યાતા આઊંના માનઃવ, ત્રીંચ એહેવું આય,
એકંઠી વગલેદ્રી માંહઈ સિંહાથી આવઈ જાય. હો ભવી. ભાવાર્થ – બેઈન્દ્રિય જીવો સંખ્યાના આયુષ્યવાળા માનવ - તિર્યંચ, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિયમાં ગમનાગમન કરે એટલે ત્યાંથી આવે ને તેમાં જાય. ૯ પાંચ પરજાપતિ એહઃ નિ કહીઈ, આહાર શરીર નિ અંદ્રી,
સાસ ઓસાસ નિ પંચમ ભાષા, ભેદ કહ્યા બે અં%ી. હો ભવી. ભાવાર્થ – એને પાંચ પર્યાપ્તિ હોય - આહાર, શરીર, ઈંદ્રિય, શ્વાસોચ્છવાસ અને પાંચમી ભાષા. એ પમાણે બેઈન્દ્રિયનો વિચાર કહ્યો.
ચઉપઈ - ૩ ૧૦૦ ગેઅંદ્રીનો કહું વિચાર, શરીર ત્રણિ તસ ભાખ્યાં સાર,
તેજસ કારમણ દારિક જોય, કાયા ત્રપ્તિ ગાઉ તસ હોઈ.