________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૩૧ ચોપાઈ – ૩ ભાવાર્થ – હવે તેઈન્દ્રિયનો વિચાર કહું છું. એને તેજસ, કાર્મણ અને દારિક એ ત્રણ શરીર હોય. શરીરની ઊંચાઈ ત્રણ ગાઉ હોય. ૧૦૧ છેવહૂ તસ હોય શરીર, દસઈ સાંગ્યના ભાખઈ વીર,
હુંડ સંસ્થાન કષાઈ ચ્યાર, લેગ્યા ત્રણિનો કહું વીચાર. ભાવાર્થ – તેના શરીરમાં સંઘયણ એક છેવટું, દશ સંજ્ઞા પ્રભુ વિરે કહી છે. સંસ્થાન એક હૂંડ, કષાય ચાર, લેગ્યા ત્રણ કહી છે. ૧૦૨ ક્રીષ્ન નીલ કાપોતાહ જેહ, ત્રઅંદ્રી નિ ભાખું તેહ,
મીથ્યા દ્રષ્ટી એપણિ કહું સમક્તિ દ્રષ્ટી એહનિ લહું. ભાવાર્થ – તેઈન્દ્રિયમાં કૃષ્ણ, નીલ, કાપોત એ ત્રણ લેશ્યા કહી છે. દષ્ટિ બે છે-મિથ્યા દષ્ટિ અને સમક્તિ દૃષ્ટિ. ૧૦૩ અચલૂ દરિસણ એહનિ હોય, જ્ઞાન હોય –અંદ્રી જોય,
બઈ અજ્ઞાન –અંદ્રી તણાઈ, પાંચ અપ્પોગ પરમેશ્વર ભણઈ. ભાવાર્થ – તેને અચકૂદર્શન હોય, બે જ્ઞાન અને બે અજ્ઞાન-તે મતિ-શ્રુત, એમ પાંચ ઉપયોગ પરમેશ્વરે કહ્યા છે. ૧૦૪ સંખ્ય અસંખ્યા એક શમઈ, ઉપજઈ મર્ણ કરઈ નિં ભમઈ,
આઉ કહું દિન ઓગણપચાસ, યોન લખી હો ભાખું તાસ. ભાવાર્થ – એક સમયમાં સંખ્યાતા જીવ તેઈન્દ્રિયમાં ઉપજે, મરે અને ભમે. તેનું આયુષ્ય ઓગણપચાસ દિવસનું, જીવાજોનિ બે લાખ હોય. ૧૦૫ પાંચ પરજાપતિ સાત પરાણ, ગંધ તણા તેહુ ઉ જાણ, | વેદ નપૂંસક તેમનિ કહિં, કાયઋતિ સંખ્યા ભવ રહિં. ભાવાર્થ – પાંચ પ્રજાપતિ (પર્યાપ્તિ), સાત પ્રાણ ધ્રાણેન્દ્રિય બેઈન્દ્રિય કરતા એ એક પ્રાણ વધ્યો. નપુંસક વેદ, કાયસ્થિતિ સંખ્યાતા ભવની હોય. ૧૦૬ એકંદ્રી વગલેદ્રી જેહ, સંગ આઉં નસ ત્રીજંચ તેહ,
ત્યાહા ઉપજઈ આવઈ ત્યાંથી, ભાખઈ વીર જિનેશ્વર યતી. ભાવાર્થ - વીર જિનેશ્વર યતિએ કહ્યું છે કે તેઈંદ્રિય જીવ - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચમાં આવે ને જાય.
ઢાલ - ૩ :
એણી પરિ રાજય કરતાં રે ૧૦૭ કહું ચરિંદ્રી ભાવ રે, લેશા ત્રણિ કહી,
કૃષ્ણ નીલ કાપોતસ્યુએ... ભાવાર્થ – હવે ચોરેન્દ્રિયનું સ્વરૂપ બતાવાય છે. એમાં કૃષ્ણ, નીલ, કાપોત એ