________________
૧૩૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ત્રણ લેશ્યા છે. ૧૦૮ ચ્યાર કષાઈ હોય રે, સંઘેણ છેવટું,
શરીર જોઅણ એકનું એ. ભાવાર્થ – ચાર કષાય છે, છેવટું સંઘયણ, શરીર (દેહમાન અવગાહના) એક જોજનનું છે. (ચાર ગાઉનું) ૧૦૯ શરીર ત્રણ તલ હોય રે, તેજસ કારમણ,
ઉદારિક ત્રીજું કહું એ. ભાવાર્થ – એને ત્રણ શરીર છે - તેજસ, કામણ અને દારિક. ૧૧૦ હંડક સંસ્કાન રે, મીથ્યા દ્રષ્ટી અ,
સમક્તિ દ્રષ્ટી એ કહ્યું એ. ભાવાર્થ – સંસ્થાન એક હૂંડ, દષ્ટિ બે - એક મિથ્યા અને બીજી સમક્તિ દૃષ્ટિ કહી છે. ૧૧૧ દરસણ દોય તસ હોય રે, ચલૂ અચશ્ન,
જ્ઞાન લઈ તેહ નિં સહી એ. ભાવાર્થ – દર્શન બે હોય - ચક્ષુ અને અચક્ષુદર્શન. બે જ્ઞાન-મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય. ૧૧૨ તેહ નિં બઈ અગ્યાનાંન રે, આ િષટ્ મહિના,
યોનિ લાખ લઈ જાણીઈએ. ભાવાર્થ – તેને બે અજ્ઞાન-મતિ અને શ્રત હોય. આયુષ્ય છ મહિનાનું. જીવાજોનિ બે લાખ હોય. ૧૧૩ ભાખ્યા અષ્ટ પરાણ રે, લોચન તસ વધ્યાં,
પાંચ પ્રજાપતિ તેહનિ એ. ભાવાર્થ – ચૅરેન્દ્રિયમાં આઠ પ્રાણ છે. તે સ્પર્શેન્દ્રિય પ્રાણ, રસનેન્દ્રિય પ્રાણ, ધ્રાણેન્દ્રિય પ્રાણ, ચક્ષુઈન્દ્રિય પ્રાણ, કાયદળ, વચન બળ, આયુષ્ય અને શ્વાસોશ્તાસ. મન સિવાયની પાંચ પર્યાપ્તિ હોય. ૧૧૪ દસઈ સાંગ્યના હોય રે, અપ્પોગ ષટ વલી,
ચક્ષુ દરસણ તસ વધ્યું છે. ભાવાર્થ – દશ સંજ્ઞા, ઉપયોગ છ - તે બે જ્ઞાન - બે અજ્ઞાન અને બે દર્શન. પૂર્વેના પાંચમાં એક ચક્ષુ દર્શન વધ્યું. ૧૧૫ એક શમઈ સંખ્યાય રે, અનિ વલી અસંખ્યા,
જીવ ચવઈ નિ ઊપજઈ એ. ભાવાર્થ – એક સમયે સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ઉપજે અને ચવે. (જન્મે ને મરે.)