________________
૧૩૩
જીવવિચાર રાસ એક અધ્યયન ૧૧૬ વલી નપૂસક વેદ રે, ભવ તસ સંખ્યાતા,
કાય ઋતિ રહિ જીવડો એ. ભાવાર્થ – વળી એક નપુંસક વેદ હોય. તે ભવ સંખ્યાતા કરે. એ જીવની (ચોરેન્દ્રિયની) કાયસ્થિતિ સંખ્યાતા કાળની હોય. ૧૧૭ પિહઈલાં કહ્યા દસ ઠામ રે ત્યાંહા જઈ ઉપજઈ,
તેહમાંથી આવઈ સહી એ. ભાવાર્થ – પૂર્વે કહેલા દશ ઠામ એટલે સંખ્યાતા વર્ષના આયુવાળા માનવ, તિર્યંચ, પાંચ સ્થાવર અને ત્રણ વિકસેન્દ્રિયમાંથી આવે ને જાય.
ચઉપઈ ૪ ૧૧૮ પંચશ્રી ની કહુ વીચાર, વેશ્યા છઈ કષાય ચ્યાર,
ષટ સંઘેણ કહીઈ જિનસાર, કાયા જોઅણ તસ એક હજાર. ભાવાર્થ – હવે પંચેન્દ્રિયનો વિચાર કહું છું. વેશ્યા છ એ છે, કષાય ચાર, છ એ સંઘાણ, કાયા એટલે શરીરની ઊંચાઈ એક હજાર જોજનની. એ જ જિનવચનનો સાર છે. ૧૧૯ પાંચ શરીર નિં ષટ સંસ્થાન, ત્રણ દ્રિીષ્ટનું કહીઈમાન,
મીથ્યા દ્રષ્ટી સમકત હોય, સમામીછાંદ્ર તું જોય. ભાવાર્થ – શરીર પાંચ, છ સંસ્થાન, ત્રણ દૃષ્ટિ-મિથ્યા-સમામિથ્યા અને સમક્તિ. એ ત્રણ દૃષ્ટિ કહી છે તે તું સાંભળ. ૧૨૦ દહિંસણ ચ્યાર વલી એહનિ હોય, ચશ્ન અચલૂ દર(સ)ણ જોય,
અવધ્ય દરણ ત્રીજુ લહું, કેવલ દરિસણ ચઉર્દૂ કહું. ભાવાર્થ – વળી દર્શન ચાર - ચક્ષુ, અચલુ, ત્રીજું અવધિ અને ચોથું કેવળ દર્શના કહું છું. ૧૨૧ હનિ પોતઈ પાંચ જ્ઞાન, વલી ભાખ્યા જસ ત્રણિ અજ્ઞાન,
મતિ અજ્ઞાન નિં બૃત અજ્ઞાન, ત્રીજું કહીઈ વીભમ જ્ઞાન. ભાવાર્થ – વળી જેને જ્ઞાન પાંચ હોય, અજ્ઞાન ત્રણ મતિ - શ્રુત અને ત્રીજું વિભંગ જ્ઞાન કહીએ. ૧૨૨ તેત્રીસ સાગર આયુ લાખ, ભાખી યોનિ તે છવીસ લાખ,
દસઈ શાંગિના પૂરી હોય, કર્ણ મનોબલ વાધ્યાં દોય. ભાવાર્થ – ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમનું, જીવાજોનિ છવીશ લાખ, સંજ્ઞા દશે દશ પૂરી હોય. પ્રાણ પણ દશ. ચોરેન્દ્રિયમાં જે આઠ પ્રાણ કહ્યા એમાં કર્મેન્દ્રિય (શ્રોત્રેન્દ્રિયા) અને મનબળ વધ્યા. ૧૨૩ ષટ પરજાપતિ તેહનિ કહી છÄ મન તસ વાä સહી,
હવઈ કહું અપ્પોગ વીચાર, ગર્ભજિ માણસનિ હુઈ બાર.