________________
૧૩૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ – પર્યાપ્તિ છ એ છ પૂરી હોય. પૂર્વે પાંચ કહી એમાં મન વધ્યું. હવે ઉપયોગનો વિચાર કહું છું ગર્ભજ મનુષ્યને બાર ઉપયોગ હોય. ૧૨૪ પાંચ જ્ઞાન નિ ત્રણિ અજ્ઞાન, મતિઃ શ્રત ત્રીજું વીભમ જ્ઞાન,
વલી તસ ભાખ્યા દરીસણ ચ્યાર, ચશ્ન અચશ્ન ભેદ વિચાર. ભાવાર્થ – પાંચ જ્ઞાન ને ત્રણ અજ્ઞાન મતિ, શ્રત અને વિભંગ એ ત્રણ અને દર્શન ચાર ચાર - ચક્ષુ અચક્ષુ - (અવધિ અને કેવળ દર્શન એ ચાર મળીને ઉપયોગ બાર થયા.) ૧૨૫ અવધ્ય દરીસણ તે ત્રીજું હોય, ચઉર્દૂ કેવલ દરીસણ જોય,
એ દરિસણ જો ભાખ્યા ચ્યાર, મલી અપ્યોગ હુંઆ ત્યાંહા બાર. ભાવાર્થ – અવધિ દર્શન ત્રીજું, ચોથે કેવળ દર્શન એ ૪ મળીને ૧૨ ઉપયોગ થયા. ૧૨૬ સંખ્યા અસંખ્યા જીવ જોહઈવઈ એક શમઈ ઉપજઈ નિ ચવઈ,
ચઉવીસ ઠંડકે આવઈ જાય, વ્યવરી સોય કહઈ જિનરાય. ભાવાર્થ – વીર જિનેશ્વર વ્યવહારથી કહે છે કે એક સમયમાં જે સંખ્યાતા કે અસંખ્યાતા જીવો ઉપજે ને ચવે. ચોવીસે દંડકમાં આવે ને જાય. ૧૨૭ ઠંડક ભેદ કહ્યા ચઉવીસ, ભવનપતી દસ કહઈ જગદીસ, | વ્યંતર જોતષી વ્યમાનીક જોય, એકેક ઠંડક તેહનો હોય ભાવાર્થ – ૨૪ દંડક ક્યા ક્યા છે તેના નામ કહે છે. ૧૦ ભવનપતિના દશ દંડક, ૧ વાણવ્યંતર, ૧ જ્યોતિષી, ૧ વૈમાનિક એ ૧૩ દેવતાના દંડક. ૧૨૮ પ્રથવી પાણી તેઉવાય, વનસપતી પાંચમી કહઈવાય,
એકેક ઠંડક એહનો કહ્યો, એક વલી નાર્કનો લહ્યો. ભાવાર્થ – પૃથ્વી, પાણી, તેલ, વાઉ, વનસ્પતિ એ પાંચ સ્થાવરના પાંચ દંડક, ૧ નરકનો દંડક. ૧૨૯ બે અંદ્રી ત્રઅંદ્રી જેહ ચોદ્રી પણિ ભાખ્યું તેહ,
ગર્ભજ ત્રીજંચ નિ માનવી, એકેક ઠંડક કહઈ તસ કવી. ભાવાર્થ - બેઈન્દ્રિયનો, તેઈન્દ્રિયનો, ચોરેન્દ્રિયનો એમ ત્રણ વિકસેન્દ્રિયના ૩ દંડક, ૧ ગર્ભજ તિર્યંચ અને ૧ મનુષ્યનો દંડક એમ ૨૪ દંડક કવિએ કહ્યા છે. ૧૩૦ ત્રણ વેદ વલી તેહ નિં કહુ, કાયસ્મૃતિ ભવ વ્યવરી કહું,
હજાર સાગર જાઝાં કહઈ, પંચદ્વીઅપણું તસ રહઈ. ભાવાર્થ – વળી પંચેન્દ્રિયમાં ત્રણે વેદ હોય. વ્યવહારથી કાયસ્થિતિ - ભવ કહું છું એક હજાર સાગર ઝાઝેરું પંચેન્દ્રિયપણું રહે છે (પછી એકે. થી ચોરે. માં જાય.)
a - ૪ ૧૩૧ પંચેઢી ભેદ જ વલી ભાખ્યા શહાસત્રિ ચ્યાર,
સુર નર ત્રીજચ નારકી ભાખું નામ (તાસ) વીચાર.