________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૩૫ ભાવાર્થ – શાસ્ત્રમાં પંચેન્દ્રિયના ચાર ભેદ બતાવ્યા છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી. હવે એનો વિચાર કહે છે. ૧૩૨ અય્યત શકતિ છઈ દેવતા, મનમાં આણઈ મંડ,
જંબુદ્વીપ છત્ર જ કરિ, મેર તણો વલી ઠંડ. ભાવાર્થ – દેવતા અત્યંત શક્તિવાળા છે. જો એમના મનમાં રચના કરવાનો વિચાર આવે તો જંબદ્વીપને છત્ર કરે ને મેરૂપર્વતનો દંડ કરી શકે એટલી શક્તિ છે.
ઢાલ – ૪
- તે ચઢીઓ ઘનમાન ગાજે ૧૩૩ સબલ શકિતના એ ઘણીએ, ઉપજઈ કેહઈ ઠામ્યતો,
સોય થાનક વ્યવરી કહું એ, વીર તણઈ શરિ નામ્યતો. ભાવાર્થ – એવો એ સબળ શક્તિનો ધણી ક્યા (કેટલા) સ્થાનમાં ઉપજે એ
સ્થાનક વ્યવહારથી પ્રભુ વીરને મસ્તક નમાવીને કહું છું. ૧૩૪ ભવનપતી નિ વ્યંતરાએ, જ્યોતિષી ત્રજયઈ નાખ્યતો,
બઈ દેવલોકના દેવતાએ ઉપયઈ પાંચઈ ઠામ્યતો. ભાવાર્થ – ભવનપતિ, વાણવ્યંતર, ત્રીજો જ્યોતિષી નામે ઠામ અને ૧ લા - ૨ જા એ બે દેવલોકના દેવતાએ પાંચ ઠામમાં ઉપજે છે. ૧૩પ ગર્ભજ ત્રીજંચ માનવી એ પ્રજયાપતા વલી જોય તો,
સહી સંખ્યાતિ આઓખઈએ ઉપજંતા સુર સોય તો. ભાવાર્થ – દેવના આયુષ્ય કર્મનો ક્ષય થવાથી સંખ્યાતા વર્ષના ગર્ભજ મનુષ્ય અને તિર્યંચમાં પર્યાપ્તાપણે જ એ ઉપજે. ૧૩૬ બાદર પ્રથવી જલજીહા એ વનસપતી પરતેગ તો,
આવી ઉપજઈ ત્યાંહા વલીએ, પ્રજાપતો થાઈ વેગ્યતો. ભાવાર્થ – તેમ જ બાદર પૃથ્વી - પાણી અને પ્રત્યેક વનસ્પતિ એ ત્રણમાં પણ પર્યાપ્તાપણે જ ઉપજે. એમ કુલ પાંચ સ્થાનમાં ઉપજે. ૧૩૭ ત્રીજાથી આઠમા લગિ એ માનવ ત્રીજંચમાં જાય તો,
ગર્ભજ નિં પરજાપતો એ સંખ્યાતું વલી આય તો. ભાવાર્થ – ત્રીજાથી આઠમા દેવલોકના દેવ સંખ્યાતા વર્ષના ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાં પર્યાપ્તપણે ઉપજે. ત્યાં એ સંખ્યાતા વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરે છે. ૧૩૮ નોમા થકી હવઈ ઓપરિએ, અનુત્તર પાંચ વિમાન તો,
ગર્ભજ પ્રજાપતો માનવી એ, આઊ સંખ્યાનું માન તો. ભાવાર્થ – નવમાથી ૧૨મા દેવલોકના દેવ, નવ ગ્રેવેયકના દેવ, પાંચ અનુત્તર વિમાનના દેવ એ ૧૮ જાતના દેવ સંખ્યાતા વર્ષના ગર્ભજ પર્યાપ્ત મનુષ્યમાં જ ઉપજે.