________________
૧૩૬
૧૩૯ નર ગર્ભજથી આવતો એ, ત્રીજુંચ સમુર્ણમ જોય તો,
ગર્ભજથી પણિ ઉપજઈ એ, અવર ન દૂજો કોય તો.
ભાવાર્થ - દેવગતિમાં મનુષ્ય ગર્ભજ આવે અને તિર્યંચ સંમૂર્ચ્છમ અને ગર્ભજ પંચે. નો આવે. એ સિવાય બીજા ન આવે.
૧૪૦ દેવ ચવી ગતિ દેવની એ, ન લહઈ તે નિરધાર તો,
વેદ નપુંસક ત્યાંહા નહી એ, નહી ત્યાહા કવલ જ આહારતો.
ન
ભાવાર્થ - દેવ મરીને દેવ (ન થાય) નિશ્ચયથી ન થાય. ત્યાં નપુંસક વેદ ન હોય. તેમ જ કવળ આહાર પણ ન હોય.
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
૧૪૧ દેવ અસંઘેણી કહ્યા એ, સાત હાથ તનમાન તો,
જ્યઘન દેહ એક હાથની એ, જેહનિં ત્રણ જ્ઞાન તો.
ભાવાર્થ - દેવને સંઘયણ ન હોય. ઊંચાઈ સાત હાથની, જઘન્ય શરીર એક હાથનું (એક હાથવાળા) દેવને ત્રણ જ્ઞાન હોય.
૧૪૨ તેત્રીસ સાગર આઉર્દૂ એ જ્યગન તો દસ હજાર તો,
કાય સથતિ સુર રહઈ વલીએ, તેત્રીસ સાગર સાર તો.
ભાવાર્થ - ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગર, જઘન્ય દશ હજાર વર્ષનું. કાયસ્થિતિ એટલી જ એટલે તેત્રીસ સાગરની.
દૂહા ૫ ૧૪૩ દેવ વીચાર વ્યવરી કહ્યો, કહું હવઈ માનવ ભેદ,
ચ્યાર કષાય છઈ જેહમાં, જેહનિં છઈ ત્રણિ વેદ.
ભાવાર્થ - આમ આ દેવ વિચાર વ્યવહારથી કહ્યો. હવે માનવના ભેદનો વિચાર કહું છું. જેમાં ચાર કષાય અને ત્રણ વેદ છે.
૫
ચોપઈ ૧૪૪ ષટે સંઘેણ હોઈ નર સાચ, પહિલું વજ્રઋષભનારાચ,
ઋષભનારાચ, નારાચ વલી, અર્ધનારાચ કહઈ કેવલી.
-
-
-
ભાવાર્થ - મનુષ્યમાં છ એ છ સંઘયણ હોય. એમાં ૧) વજ્રઋષભનારાચ ૨) ઋષભ નારાચ ૩) નારાચ ૪) અર્ધ નારાચ જિનેશ્વર કેવલીએ કહ્યા છે. ૧૪૫ કીલિકા, છેવહૂં સંઘેણ, ષટ સંઘણ કહ્યા જિન તેણ,
ષટ સંસ્નાન માનવ નિં લહું, શ્રી જિનવચને વ્યવરી કહું.
ભાવાર્થ જિનેશ્વર કેવળીએ પયું કિલિકા અને છઠ્ઠું છેવટું સંઘયણ કહ્યા છે. જિનવચનને મનમાં ધારીને વ્યવહારથી છ એ સંઘયણ માનવને હોય એમ કહું છું.
૧૪૬ સમચતુરસ ને પહિલું લહ્યું, નીગ્રોધ તે પણિ બીજૂ કહ્યું,
સંસ્કાન સાદી વાંમણ વલી, કુબજ, હુંડ કહઈ કેવલી.
ભાવાર્થ - મનુષ્યમાં છ સંસ્થાન લાભે. ૧) સમચતુરઃસ્ત્ર ૨) ન્યગ્રોધ પરિમંડળ