________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૩૭ ૩) સાદિ ૪) વામન ૫) કુન્જ ૬) હુંડ એ છ સંસ્થાન કેવળીએ કહ્યા છે. ૧૪૭ મધુરી વાણી બોલ્યા વીર, માનવ નિ હુઈ પાંચ શરીર,
તેજસ કારમણ ઓદારીક જોય, વઈકરી આહારક પાંચમું સોય. ભાવાર્થ – પ્રભુ વિરે મધુરી વાણીથી બીજા જે બોલ કહ્યા તે કહું છું. મનુષ્યને પાંચ શરીર - તેજસ, કાર્મણ, ઓન્ટારિક, વેક્રિય અને પાંચમું આહારક હોય. ૧૪૮ દરસણ ચ્યારે માનવ નિ કહું, ત્રણ ત્રીષ્ટ વલી તેહનિ લહું,
દસઈ પરાણ માનવનિ જોય, દસઈ સાંગ્યના તેહનિ હોય. ભાવાર્થ – માનવીને દર્શન ચારે ચાર, ત્રણે દૃષ્ટિ હોય. તેને દશ પ્રાણ અને દશ સંજ્ઞા હોય. ૧૪૯ માનવનિ હુઈ પાંચ જ્ઞાન ત્રણ વલી તેહનિ અજ્ઞાન,
ઉતકષ્ટી ત્રણિ ગાઊં કાય, ત્રણિ પલ્યોપમ પોટૂ આય. ભાવાર્થ - મનુષ્યને પાંચ જ્ઞાન, ૩ અજ્ઞાન, ઉત્કટ શરીર (ઊંચાઈ) ત્રણ ગાઉનું, ત્રણ પલ્યોપમનું પૂર્ણ આયુષ્ય હોય. ૧૫૦ જયગન શરીર હુઈ એક હાથ, અતરમૂરત આય વીખ્યાત,
કાય ઋતિ એ માનવ રહઈ, સાત, આઠ ભવ જિનવર કહઈ. ભાવાર્થ – જઘન્ય શરીર એક હાથ અને આયુષ્ય અંતર્મુહૂર્તનું. કાયસ્થિતિ - માનવી સાત કે આઠ ભવ કરે એવું જિનવરે કહ્યું છે. ૧૫૧ બાર અપ્પોગ એહનિ કહઈવાય, ચોવીસ ઠંડકે એ પણી જાય,
બાવીસ ઠંડકના આવઈ જોય, તેઉવાય નવ્ય માનવ હોય. ભાવાર્થ – તેને ઉપયોગ બાર હોય. ચોવીસે દંડકમાં જાય. બાવીશ દંડકના આવે - તેઉ - વાહનો નીકળ્યો મનુષ્ય ન થાય એ બે વર્જીને બાવીશ દંડકના આવે. ૧૫૨ માનવ જ્યોન્ય લખ્ય ચઉદઈ હોય, ષટ પરજાપતિ પુરી જોય,
સંખ્ય અસંખ્યા એકઈ સમઈ, ઉપજઈ મર્ણ કરનિ ભમઈ. ભાવાર્થ – માનવની જીવાજોનિ ૧૪ લાખની. છ એ છ પર્યાપ્તિ હોય. એક સમયે સંખ્યાતા - અસંખ્યાતા ઉપજે ને ચવે. જન્મ મરણ કરીને ભમે છે. ૧૫૩ ષટ લેશાનો સુણો દ્રિષ્ટાંત, સબલસેન ચેઢા દૂરદાંત,
તેમાં છઈ લેશાના ધણી, ચાલ્યા ગામ ભાજેવા ભણી. ભાવાર્થ – એમાં લેશ્યા છ એ છ હોય. એ છ લશ્યાના દષ્ટાંત કહે છે. દુઃખે કરીને દમન કરાય એવો સબલસેન બહારવટે ચઢયો. એમાં છ એ લેશ્યાના ધણી. ભાંજેવા ગામ લુંટવા ચાલ્યા. ૧૫૪ બોલ્યો કૃષ્ણ લેશાનો ધણી, નવ્ય જોવું નર પસં યા ભણી,
સાહ્યમો મલઈ તસ હણવો સહી, ભારે જીવ બોલ્યા ગહગહી. ભાવાર્થ – એમાં કૃષ્ણ લેશ્યાનો ધણી હતો એ બોલ્યો માનવ કે પશુ જે સામે