________________
૧૩૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત આવે એને મારી નાંખવો. ભારે કર્મી જીવ વારંવાર એમ બોલે. ૧૫૫ બોલ્યું નીલ લેશા નર જેસિં, ક્રીષ્મ લેશાનો વારૂ તસિં,
સકલ જીવ હણ્યો ફણ કામ્ય, માણસ મલઈ તસ મારો ઠામ્ય. ભાવાર્થ – ત્યારે નીલ ગ્લેશ્યાનો ધણી હતો એ કૃષ્ણ લેશ્યાવાળાને વારતા બોલ્યો બધા જીવને શું કામ હણવા, માત્ર માણસ મળે તેને જ મારો. ૧૫૬ કાપોત લેશ નર બોલ્યો સાર, માણસમાં છઈ દોય પ્રકાર,
શ્રી હત્યા, સાહશત્રિ નવ્ય કહી, નર ભેટઈ તસ હણજયો સહી. ભાવાર્થ – ત્યારે કાપોત લેશ્યાવાળો બોલ્યો, માણસ બે પ્રકારના છે - સ્ત્રી અને પુરૂષ. તેમાં સ્ત્રી હત્યાની શાસ્ત્રમાં મનાઈ છે માટે નર મળે એને જ મારવાનો. ૧૫૭ તેજો લેશા ન સક્યો રહી, તેણઈ વારયા સહુનિ ગહિગહી,
પૂરસ સકલનું મ લેશ્યો નામ, આપણ ઈ તો ખ્યત્રીરૂં કામ. ભાવાર્થ – આ સાંભળીને તેનો લેશ્યાવાળો રહી ન શક્યો. એણે વારંવાર સહુને વારતા કહ્યું બધા પુરૂષને મારવાની વાત નહીં કરતા. આપણને તો ક્ષત્રિયથી જ કામ. (ક્ષત્રિયો જ રક્ષણ માટે સામે વાર કરતા હોય છે બાકીનાને મારવા નથી) ૧૫૮ પદમ લેશા નિ વાયા સહું ખ્યત્રીમાં વ્યારી બહું,
કુણ કારણિ હણીઈ નર તેહ, હણીઈ આઉધધારી જેહ. ભાવાર્થ – ત્યારે પદ્મ લેશ્યાવાળો એને વારતા બોલ્યો ક્ષત્રિયમાં પણ ઘણા પ્રકાર હોય, આપણે તેમને શા માટે હણવા. એમાં જેની પાસે હથિયાર હોય એને જ મારવા. ૧૫૯ બોલ્યો સકલ લેશા નર સાર, આઉધ ધરયાનો કસ્યો વીચાર,
જે નર આપણ સાહામો ન થાય, તે ઉપરિ કાયાં દીજઈ ઘાય. ભાવાર્થ – આ સાંભળી શુક્લ લેશ્યાવાળો બોલ્યો હથિયારધારી પણ આપણો સામો ન થાય તો તેને શા માટે મારવાનો માટે એને પણ મારવાનો નથી. જે સામો થાય તેને જ મારવાનો છે. ૧૬૦ હલુકર્મી તે એહેવો જોય, ષટુ દરસણમાં એ એ પાણી હોય,
જઈન, શાંખ્ય, નઈઆયક, બહુધ, વઈસોષીક મીમાંસ્યક ચુધ ? ભાવાર્થ – હળુકર્મી એવા હોય. છ એ દર્શનમાં એ એ પણ હોય. જેન, સાંખ્ય, નૈયાયિક, બૌધ્ધ, વૈશેષિક, મીમાંસક શુધ્ધ. ૧૬૧ એ અવદાત કહ્યો મિ જેહ, ગર્ભજ માણસનો સહી તેહ,
દસ કીષ્ટાંતિ માનવ થાય, પૂન્ય વન્યા ભવ આલેઈ જાઈ. ભાવાર્થ – એ છ દર્શનના ભાવ કહ્યા. ગર્ભજ માનવનો ભવ શ્રેષ્ઠ છે. દશ દષ્ટાંતે માનવભવ દુર્લભ છે. પૂણ્ય વિના એ ભવ નકામો જાય. ૧૬૨ જીવ તણી નવ્ય રીખ્યા કરઈ, અલીઅ વચન મુખ્યથી ઉચાઈ,
ચોરી કરઈ પરરમણી ધરઈ, પાપકારી ઘટ્યો તઈ ભરઈ.