________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૩૯
ભાવાર્થ - જીવની રક્ષા ન કરે, ખોટું વચન બોલે, ચોરી કરે, પરરમણી ધરે ત્યારે પાપનો ઘડો ભરાઈ જાય છે.
૧૬૩ પાપિંપરીગ્રહિ મેલિ બહું, લેઈ અગડ વ્રત ખણ્ડયાં સહું,
ભખ્ય અભખ્યનો કરતો આહાર, હારઈ માનવનો અવતાર.
ભાવાર્થ
પાપથી ખૂબ પરિગ્રહ એકઠો કરે, દિશા વ્રત લઈને ભાંગે, ભક્ષ્યઅભક્ષ્યનો આહાર કરે એ માનવ અવતાર હારી જાય છે.
-
૧૬૪ હાશ વીનોદ બહુ ક્રીડા કરી, ચાલ્યો ઘટ બહુ પાધિં ભરી,
સમતા અંગિ ન આણ્યો કદા, ક્રોધ કરી ભવ ખોઈ સદા. ભાવાર્થ - હાસ્ય - વિનોદ - ક્રીડા કરે એનો ઘડો પાપથી ભરાતો જાય છે. ક્યારેય પણ સમતા ન રાખી માટે ક્રોધ કરીને સદા માટે માનવનો ભવ ખોઈ દીધો. ૧૬૫ પોષધ વરત ન જાણઈ જેણ, ઉંચો હોથ ન કીધો તેણ,
ન લહી તપ જપ કયરરીઆ વાત, મૂરિખ ઘણા ભવ ખોઈ જાત. ભાવાર્થ - જેણે પોષધ વ્રત ન જાણ્યો, જેણે ઊંચો હાથ ન કીધો (દાન ન દીધું) તપ જપની વાતો ક્યારેય ન કરી, તેણે મૂર્ખ બનીને ઘણા ભવ ખોઈ નાંખ્યા. ૧૬૬ પરનંદ્યા કરતા ભવ ગયો, સહિ ગુરૂ શંગ કહીં નવિ થયો,
શ્રી જિનપૂજા ન કરી કદા, માનવનો ભવ ખોયો મુધ.
ભાવાર્થ - જેનો ભવ પરનિંદા કરતા ગયો. જેને સાચા ગુરૂનો સંગ ક્યારેય ન થયો. જેણે શ્રી જિનપૂજા ક્યારેય ન કરી. તેણે માનવનો ભવ મુદલ સદંતર ખોઈ નાખ્યો. ૧૬૭ નવ યોવન મદમાતો ફરયો, હૂં રમીઓ, ગુણિકા શંગ કરયો,
ન
આહેડો કીધો અતિ ઘણું, હારયા મુરિખ માનવપણું.
ભાવાર્થ જે જીવ નવ યુવાનીમાં મોહમાં લુબ્ધ થઈને ફર્યો, જુગાર રમ્યો, ગણિકાનો સંગ કર્યો, ખૂબ શિકાર કર્યો. તે જીવ મૂર્ખ બનીને માનવપણું હારી બેઠો. ૧૬૮ સફલ હુઓ તેહનો અવતાર, જેણઈ નરઇં કીધો તત્ત્વ વીચાર,
સમકીત સીલ રયણ જેણઈ ધરવું, પાત્રિ દાન જેણઈ આદરયું. ભાવાર્થ - શું કરવાથી અવતાર સફળ થાય હવે તેની વાત કરે છે. જે નરે તત્ત્વ વિચાર કર્યો, જેણે સમક્તિ, શીલરત્ન ધારણ કર્યું, જેણે સુપાત્રે દાન દીધું. ૧૬૯ ચઢીઉં શ્રી સેતુંજ ગીરનારય, ભુવણ કરયાવ્યો તેણઈ ઠારય, રત્નહેમ પૂં નિ મણી, કીધી પ્રતિમા જિનવર તણી.
ભાવાર્થ - શેત્રુંજય ગિરનાર ચડ્યો, ત્યાં દેરાસર કરાવ્યા. રત્ન - હેમ - રૂપા અને મણિની જિનેશ્વરની પ્રતિમાની સ્થાપના કરી.
૧૭૦ બંબ પત્રીષ્ઠા જેણઈ કરી, જિનવરની પૂજા આદરી,
જિનવાણી જેણઈ સાંભલી, માવની ગતિ સફલી કરી.
ભાવાર્થ - જેણે બિંબ પ્રતિષ્ઠા કરી, જિનવરની પૂજા આદરી, જિનવાણી સાંભળી,