________________
૧૪૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત તેણે માનવની ગતિ સફળ કરી. ૧૭૧ દીન ઉધાર નિ પરના ઉપગાર, વીવહાર ચુધ રાખઈ નર સાર,
જે નર જપતા શ્રી નકાર સફલ કર્યો માંનવ અવતાર. ભાવાર્થ – દીનનો (ગરીબને) ઉધ્ધાર કરવા માટે ઉદાર થઈને દાન આપે, બીજા પર ઉપકાર કરે અને જે નર વ્યવહાર શુધ્ધ રાખે તેમ જ જે નવકાર મંત્રનો જાપ કરે એનો માનવ ભવ સફળ થાય છે. ૧૭૨ ગુણવંતના ગુણ બોલઈ સદા, કઠણ વચન વિભાખઈ કદા,
વવેક ધરઈ અંદ્રી દમ કરઈ, હીતકારી વાણી ઉચરઈ. ભાવાર્થ – સદાય ગુણીજનોના ગુણ પ્રગટ કરે, ક્યારેય કઠોર વચન ન કહે, વિવેક ધારણ કરે, ઇંદ્રિય દમન કરે, હિતકારી વાણી ઉચ્ચારે. ૧૭૩ એહેવા બોલ અનેરા જેહ, સુપરષ નર આદરતા તેહ,
તે માનવ જગમાંહિ સાર, ગર્ભજ નરનો કહ્યો વીચાર. ભાવાર્થ – એવા અનેરા બોલ જે પુરૂષ પાદરે તે જગમાં સાર રૂપ છે. એ ગર્ભજ મનુષ્યનો વિચાર કહ્યો.
દુહા - 9 ૧૭૪ ગર્ભજ નર જગહાં વડો, મુગતિ પંથ જસ હોઈ,
બીજો સમૂર્ણિમ માનવી, ભાવ કહું તસ જોય. ભાવાર્થ – આ જગતમાં ગર્ભજ મનુષ્ય મોટો છે, મહત્ત્વનો છે. જે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. બીજો પ્રકાર સંમૂર્છાિમ મનુષ્યનો છે હવે તેના ભાવ કહું છું.
ઢાલ - ૫
વંદ વજઈજલાવું પાણી વ .. ૧૭૫ જૂઓ શાહાસ્ત્ર પૂર્નિવણામાહિં સમૂર્ણિમ ઉપજઈ ત્યાંહિં,
પંચેઢી તે પણિ કહીઈ, ચઉદેહામે ઉત્તપતી લહીઈ. ભાવાર્થ – જૂઓ શાસ્ત્ર પન્નવણામાં સંભૂમિ મનુષ્યને ઉપજવાના ઠામ બતાવ્યા છે. તેને પંચેન્દ્રિય પણ કહેવાય, તે ચૌદ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ૧૭૬ ઉપદેશમાલા અવચૂર, તીહાં સોલ ઠામ સંપૂર,
સંસક્ત નીરયુગતિ માંહિ સોલ હામં કહ્યાં વલી ત્યાંહિ. ભાવાર્થ – સંમૂર્છાિમ મનુષ્ય ગર્ભજ મનુષ્યોની અશુચિઓમાં ઉપજે છે. એ અશુચિના સ્થાન પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર ચોદ છે. પરંતુ ઉપદેશમાલા અવચૂરમાં સોળ સ્થાન સંપૂર્ણ બતાવ્યા છે તો વળી સંસક્ત નિર્યુક્તિમાં પણ સોળ ઠામ (સ્થાન) બતાવ્યા છે. ૧૭ વડીનીતિ, નિં લુઢીનીતિ, ખેલ નાખી નહિ અનચીત,
નાશકાનો માલ વલી જયાંહિ ઉપજઈ જીવ વિમનસું માંહિ.