________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૪૧ ભાવાર્થ – વડીનીત (મળ), લઘુનીત (મૂત્ર), ખેલ (બળખો) ઉપયોગ વગર જયાં ત્યાં નાંખે, તેમ જ નાકનો મેલ તથા વમનમાં જીવ ઉપજે. ૧૭૮ પીત્ત વીર્ય મૃતગનિ લોહી, તેમાંહિ પંચેઢી હોઈ,
લીહા વલી નગર તણો, ખાલ ઊપજઈ જીવ ત્યાં તતકાલ. ભાવાર્થ – પીત, વીર્ય, મૃત્યુ પછી પડી રહેલું કલેવર, લોહી, નગરની ગટરમાં - ખાળના કાદવમાં એમાં તત્કાલ જીવો ઉત્પન્ન થાય છે. ૧૭૯ મધ માખણ મઘરા મંસ, ત્યાંહા જીવતણા બહુ અંશ,
અસ્પંચ ઠામ સ્ત્રી ભોગિ, ઊપજઈ તીહાં જીવ સંયોગિં. ભાવાર્થ - મધ - માખણ - માંસ - મદિરા ત્યાં જીવના ઘણા અંશ છે. અશુચિ ઠામે સ્ત્રી ભોગવે તેના સંયોગમાં જીવો ઉપજે છે. ૧૮૦ જયગન ઉતકષ્ટ્ર સુર્ખ આય, અંતરમુરત કહિ જિનરાયા,
અંતરમુરત અસંખ્યા ભેદ, વીડુિં ભાખ્યું તે સહી વેદ. ભાવાર્થ – રમા મનુષ્યોનું જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુ સરખુ અંતર્મુહૂર્તનું હોય. અંતર્મુહુર્તના અસંખ્યાતા ભેદ વીર પ્રભુએ બતાવ્યા છે. ૧૮૧ વેદ નપૂંસક તેહનિ કહીઈ, નવ પ્રાણ પૂરા નવિ લહીઈ,
કાલ સંખ્યાતો કસ કહી, કાયસ્કૃતિ જીવ ત્યાંહા પણિ રહીઓ. ભાવાર્થ – તેમને એક નપુંસક વેદ હોય. નવ પ્રાણ પૂરા ન હોય. તેને કાળા સંખ્યાતો હોય. કાયસ્થિતિ ત્યાં સાત કે આઠ ભવ રહે. ૧૮૨ દેવ નારકી તે નવિ થાય, વીજઈ સઘલઈ ઠાંમિ જાઈ,
દેવ નારકિ વ્યના જીવ દેહ ઊપજઈ સમુઠ્ઠમ તેહ. ભાવાર્થ – એમાંથી નીકળેલો જીવ દેવ કે નારકી ન થાય. બીજા સઘળા સ્થાનમાં જાય. દેવ, નારકી સિવાયના જીવ સંમૂર્છાિમના શરીરમાં ભવમાં ઉપજે છે. ૧૮૩ મીથ્યા દ્રષ્ટી તે કહઈવાઈ, તેનિ ભાખ્યા ચાર કષાઈ,
લેશા ત્રણિ પહિલી તસ કહીઈ, સંઘેણ એક છેવહૂં લહીઈ. ભાવાર્થ – તેને એક મિથ્યા દષ્ટિ હોય. તેને કષાય ચાર, વેશ્યા ત્રણ પ્રથમની અને એક છેવટું સંઘયણ હોય. ૧૮૪ દરસણ તસ ભાખ્યા હોય, ચક્ષુ અચક્ષુ તુ જોય,
પરજાપતી પાંચ કહઈવાઈ, ભાષા ન કરીઅ સકાઈ. ભાવાર્થ – દર્શન બે પ્રથમના ચક્ષુ - અચક્ષ દર્શન. પર્યાપ્તિ પાંચ હોય - ભાષા ન હોય (ખરેખર તો એને ચાર પર્યાપ્તિ અને પાંચ અપર્યાપ્તિ હોય.). ૧૮૫ અપ્પોગ કહ્યા તસ ચ્યાર, સાંગિના દસ તે નીરધાર,
હુઈ એક સુંઠ સંસ્થાન, લાખ ચઉદ યોજનું માન. ભાવાર્થ – ઉપયોગ ચાર, સંજ્ઞા દશ હોય. એક ફંડ સંસ્થા, તેની જીવાજોનિ ચોદ