________________
૧૪૨
લાખ હોય.
૧૮૬ મતિ શ્રુત જસ બિ અજ્ઞાન, શરીર ત્રણિ તણુ તસ માન,
તેજસ નિ કારમણ કહીઈ, ઓદરીક ત્રીજું લહીઈ.
ભાવાર્થ - મતિ - શ્રુત બે અજ્ઞાન, શરીર ત્રણ તેજસ, કાર્મણ અને ઔદારિક
હોય.
હા
૧૮૭ ત્રણિ શરીર તેહનિં કહ્યાં, ભાખિ શ્રી ભગવંત,
સંખ્ય અસંખ્ય એકઈ સમઈ, ઊપજઈ જીવ ચવંત.
૭
-
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
-
હા
ભાવાર્થ - એમ એને ત્રણે શરીર કહ્યા. ભગવંતે એ પ્રમાણે ભાખ્યું છે કે એક સમયે સંખ્યાતા, અસંખ્યાતા જીવ એમાં ઉપજે ને ચવે.
ચઉપઈ
૬
૧૮૮ ત્રીજુંચ ભેદ હવઈ વ્યવયરી કહું ષટ લેશા ગર્ભજ નિં લહું,
ષટ સંઘેણ કષાઈ ચ્યાર, શરીર જોઅણુ તસ એક હજાર.
!
-
ભાવાર્થ - હવે ગર્ભજ તિર્યંચના ભેદ વ્યવહારથી કહું છું - એને છ લેશ્યા, છ સંઘયણ, ચાર કષાય અને તેનું શરીર (અવગાહના) એક હજાર જોજનનું હોય. ૧૮૯ ચ્યાર શરીર ત્રીજુંય નિં લહું વઈક્રી તેજસ કારમણ કહું,
ચઉથૂં શરીર ઓદારીક હોય, ષટ સંસ્નાન તીહાં કણિ જોય.
ભાવાર્થ - ગર્ભજ તિર્યંચને ચાર શરીર હોય. વૈક્રિય, તેજસ, કાર્મણ અને ચોથું ઔદારિક તથા એને છ સંસ્થાન હોય.
૧૯૦ ત્રણિદ્રીષ્ટ તૂ તેહમાં જાણિ, દરસણ ત્રણિ તેહનિ જ વખાણિ, જ્ઞાન ત્રણિ તણું તસમાંન, મત્ય, દ્યૂત ત્રીજું અવધ્યજ્ઞાંન.
ભાવાર્થ - તું તેમાં ત્રણે દૃષ્ટિ જો, દર્શન ત્રણ પ્રથમના, જ્ઞાન ત્રણ મતિ, શ્રુત અને ત્રીજું અવધિજ્ઞાન હોય.
૧૯૧ ત્રણિ અજ્ઞાન કહઈ કેવલી, ત્રણિ પલ્યોપમ આઉં વલી, યોન લાખ કહીઈ તસ ચ્યાર, ત્રણઈ વેદનો તસઈ વીકાર.
ભાવાર્થ - કેવળીએ તિર્યંચને ત્રણ અજ્ઞાન કહ્યા છે. આયુષ્ય ત્રણ પલ્યોપમનું. જીવાજોનિ ચાર લાખ, ત્રણેય વેદ વિકાર ત્યાં હોય.
૧૯૨ મછ જીવ નિં ઉરપરીસાપ, હજાર જોઅણનો કાયાનો વ્યાપ, પૂર્વ કોઠિ બેહનું આય, નવ ધનુષ પંખીની કાય.
ભાવાર્થ આ સમુચ્ચય વાત કહી. હવે તિર્યંચના પાંચ ભેદના અલગ અલગ વિચાર કહે છે - મચ્છજીવ એટલે જલચર અને ઉરપરિસર્પનો કાયાનો વ્યાપ હજાર જોજનનો છે. અને બંનેનું આયુષ્ય પૂર્વ ક્રોડનું છે. પક્ષીની કાયા નવ ધનુષની છે.