________________
જીવવિવિચાર રાસ એક અધ્યયન
૧૯૩ અસંખ્ય ભાગ પલ્યોપમ તણા, પંખી ગર્ભજનું આઉ ગણો, ભૂજપરિસાપ નવ ગઉં કાય, પૂરવકોર્ડિં છઈ તેહનું આય.
ભાવાર્થ - અને આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું છે. એ આયુષ્ય ગર્ભજ પક્ષીનું જાણવું. ભુજપરિ સર્પની કાયા નવ ગાઉ અને આયુષ્ય પૂર્વ ક્રોડનું છે. ૧૯૪ ચોપદ તનું ષટ ગાઉ કહ્યું, ત્રણિ પલ્યોપમ આઉં લહ્યું,
યૂગલ પશુમાં એહવું હોય, પહિલઈ આર્દિ આવું જોય. ભાવાર્થ ચોપદ એટલે કે સ્થળચરનું શરીર છ ગાઉનું અને આયુષ્ય ત્રણ પલ્યોપમનું છે. આ આયુષ્ય જુગલિયા આશ્રી જાણવું. પહેલા આરે એ પ્રમાણેનું આયુષ્ય હોય.
૧૯૫ વલી બોલ્યા શ્રી જિનવર જાણ ષટ પરજાપતિ દસઈ પરાણ, દસિ સાંગ્યના તેહેનઈ જોય, નવ અપ્પોગ ત્રીજુંચ નિં હોહ.
-
ભાવાર્થ - વળી શ્રી જિનવરે બતાવ્યું છે કે તિર્યંચ છ પર્યાપ્તિ, દસે પ્રાણ, દશે સંજ્ઞા અને નવ ઉપયોગ તિર્યંચને હોય.
૧૯૬ મતિ શ્રુત ત્રીજૂ અવધ્યજ્ઞાન એહ જ વલી ત્રણે અજ્ઞાન,
દરસણ ત્રણિ વલી તેહનઈ હોઈ, ચક્ષુ અચક્ષુ અવધ્ય હોય.
ભાવાર્થ મતિ, શ્રુત, ત્રીજું અવધિજ્ઞાન એ જ વળી ત્રણે અજ્ઞાન અને ત્રણ દર્શન - ચક્ષુ -અચક્ષુ અવધિદર્શન એમ નવ ઉપયોગ હોય. ૧૯૭ ત્રીજુંચ લહઈ ચોગત્યની વાટ, કાય સ્થતિ ભવ સપ્તમ આઠ,
-
૧૪૩
સંખ્ય અસંખ્ય એકઈ શમઈ, ઉપજઈ મર્ણ કરઈ નિ ભમઈ. ભાવાર્થ - તિર્યંચ ચારે ગતિમાં જાય. કાયસ્થિતિ ભવ સાત કે આઠ કરે, એક સમયે સંખ્યાતા અસંખ્યાતા જીવો તેમાં ઉપજે ને ચવે, તેમ જ ભ્રમણ કરે. ૧૯૮ ત્રીજુંચ ગત્ય સૂર કેરિ ગમિ, ઊતકષ્ટી ઊપજઈ આઠમિ,
સતમ નરગ લર્ગિ પણી જાય, ભમતા પામિ સઘલા ગહિ.
ભાવાર્થ તિર્યંચ જીવ દેવમાં જાય તો આઠમા દેવલોક સુધી જાય. નરકમાં સાતે નરકમાં જાય વિમાન સુધીના ઘર વર્જીને બાકીના બધા ઘરમાં જાય.)
ભમતા ભમતા બધા ઘરે જાય. (નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ
૧૯૯ ત્રીજુંચ ભેદ કહ્યા વલી દોય, સમુર્ચ્છિમ જીવ ઘણા પણિ હોય, લેશા ત્રણિ કષાયિ ચ્યાર, મિથ્યા દ્રિષ્ટીમ કરિ વીચાર.
-
-
ભાવાર્થ - તિર્યંચ બે પ્રકારના છે - ગર્ભજ અને સમુર્ચ્છિમ - હવે સંમૂર્ચ્છિમની
-
વાત કહે છે. સંમૂર્ચ્છિમ જીવ ઘણા હોય એમાં ત્રણ લેશ્યા, કષાય ચાર, મિથ્યા દૃષ્ટિ હોય તે વિચાર ન કરે. (તેથી અસંજ્ઞી હોય)
૨૦૦ વેદ નપૂસક તેહ નિં કહું સંઘેણ એક છેવહૂ લહું,
હુંડ સંસ્નાન નિં દરસણ દોય, બઈ અજ્ઞાન તેમાંહિ હોય.