________________
૧૪૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ – તેમાં વેદ એક નપુંસક, સંઘયણ એક છેવટું, હુંડ સંસ્થાન, બે દર્શન અને બે અજ્ઞાન હોય. ૨૦૧ વલી બોલ્યા શ્રી જિનવર વીર, તેહ નઈ ભાખ્યા ત્રણિ શરીર,
તેજસ કારમણ ઉદારિક જોય, ત્રીજંચ જીવ તણાઈ વલી સોય. ભાવાર્થ – આગળ વાત વધારતા શ્રી જિનવર મહાવીર પ્રભુ કહે છે તેને ત્રણ શરીર કહ્યા છે - તેજસ, કાર્મણ અને દારિક શરીર હોય. ૨૦૨ ચ્યાર અપ્પોગ ત્રિજંચ નિ હોય, ચક્ષુ અચકૂતુ પણિ જોય,
મત્ય અજ્ઞાન નિ સુત અજ્ઞાન, અપ્પોગ ચ્યાર તણું કઈમાંન. ભાવાર્થ – તેને ચાર ઉપયોગ હોય. ચક્ષુ - અચકું દર્શન, મતિ - શ્રુત અજ્ઞાન એમ ચાર ઉપયોગ માન. ૨૦૩ પ્રણ નવઈ પરજાપતી પંચ, દસઈ શાંગ્યનાનો તસ સંચ,
જોઅણ હજાર હોઈ મકની કાય, પૂર્વકોડિ જઈ તેહનું આય. ભાવાર્થ - મન વર્જીને પ્રાણ નવ, મન પર્યાપ્તિ વર્જીને પર્યાપ્તિ પાંચ, દશ સંજ્ઞા ત્યાં હોય. મચ્છ - જળચરની કાયા એક હજાર જોજનની હોય. આયુષ્ય પૂર્વક્રોડનું હોય. ૨૦૪ વલી બોલ્યા શ્રી જિનવર આપ, ઉંરપરી જેહ સમુઠ્ઠીમ સાપ,
નવ જોઅણ છે તેમની કાય, ત્રિહિપન હજાર વરસ જસ આય. ભાવાર્થ – સંમૂચ્છિમ તિર્યંચનું વર્ણન કરતા જિનવર પોતે આગળ કહે છે. ઉરપરિસર્પ સંમૂર્થ્યિમ સાપની કાયા નવ જોજનની છે. તેનું આયુષ્ય ત્રેપન હજાર વર્ષનું છે. ૨૦૫ પંખી દેહ ધનુષ નવસાર આઉં વરસ બોહોત્યય હજાર,
ભૂજપૂરી સાપનું એવું આય પણી તેહની નવ જોઅણ કાય. ભાવાર્થ – પક્ષીનું શરીર નવ ધનુષનું, આયુષ્ય બહોંતેર હજાર વર્ષનું છે. ભુજપરિ સર્પનું એટલું આયુષ્ય પણ તેની કાય નય જોજનની. (પ્રજ્ઞાપના, જીવ વિચાર, થોકસંગ્રહ પ્રમાણે તેનું આયુષ્ય ૪૨૦૦૦ વર્ષ અને કાયા પૃથક ધનુષ્યની છે. જે યોગ્ય લાગે છે.) ૨૦૬ નવ ગાઉં ચોપદની કાય, વરસ સહિત ચોરાસી આય,
યોન લાખ તે ચ્યાર કહ્યું હવઈ, સંખ્ય અસંખ્યા ઊપજઈ ચવઈ. ભાવાર્થ – સ્થળચર ચતુષ્પદની કાયા નવ ગાઉની, આયુષ્ય ૮૪ હજાર વર્ષનું. જીવાજોનિ ચાર લાખની. ૧ સમયે સંખ્યાના અસંખ્યાતા જીવો ઉપજે ને ચવે. ૨૦૭ એક શમઈ હું તે પણિ કહુ, કાય સઋતિ ભવ સાત જ કહું,
ગતિ જાવાનો ઠાંમ તે કરઈ, પહિલી નર્ટ લગિ અવતરઈ. ભાવાર્થ – કાયસ્થિતિ સાત ભવ રહે. ચારે ગતિમાં તે જાય તેના ઠામ કહે છે