________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૪૫ નરકમાં પહેલી નરકે અવતરે. ૨૦૮ કદાચ્ય વલી તે દેવા થાય, ભવનપતી વ્યંતરમાં જાય,
એકંદ્રી પાંચ વલી કહું, સૂક્ષ્મ – બાદર બેહુ એ લહું. ભાવાર્થ – કદાચ દેવગતિમાં જાય તો ભવનપતિ અને વાણવ્યંતરમાં જાય. એકેન્દ્રિયમાં પાંચે સ્થાવરમાં સૂક્ષ્મ – બાદર બંનેમાં જાય. ૨૦૯ બેઅંદ્રી તેઅંદ્રી કહું, ત્રીજંચ જીવ ત્યાંહા જાતો કહું,
પંચેઢીમાં તે પણી જાય, ગર્ભજ માનવ તે સહી થાય. ભાવાર્થ – બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચોરેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં પણ જાય. ગર્ભજ માનવ પણ થાય. ૨૧૦ ત્રીજંચ ગર્ભજ તે જીવ હોય, ઉપજવાના થાનક જોય,
કુણ થાનકથી આવઈ એહ, ભાખઈ વિર જિનેશ્વર તેહ. ભાવાર્થ – તિર્યંચ ગર્ભજમાં પણ જાય. ઉપજવાના સ્થાન જોયા, હવે ક્યાંથી આવે તે જિનેશ્વર દેવ કહે છે. ૨૧૧ દેવ નારકી સોય સદીવ, દોય વ્યનાં જગ્ય સઘલા જીવ,
આવી વેગ્ય અહી અવતરઈ, ત્રીજંચ દેહ સમસ્ટ્રીમ ધરઈ. ભાવાર્થ – દેવ - નારકી એ બે સિવાયના સઘળા જીવ અહીં આવીને ઉપજે એટેલે કે તિર્યંચ સંમૂર્છાિમનો દેહ ધારણ કરે.
હા – ૮ ૨૧૨ ત્રિજંચ ભેદ વ્યવરી કહ્યો, કહ્યું હવઈ નારક વાત,
ઉતપતિ સાતઈ ભોમ્યમાં સુણ તેહનો અવદાત. ભાવાર્થ – તિર્યંચ ભેદ વ્યવહારથી કહ્યા. હવે નરકની વાત કહું છું જે સાતે ભૂમિમાં ઉત્પન્ન થાય છે. તેનો વિચાર સાંભળો.
ચોપાઈ - ૭ ૨૧૩ સમભૂતલાથી સૂપરિ જોય, સાત રાજય ત્યાંહા હેઠા હોય,
સાતઈ પ્રથવિ ત્યાં પણિ કહી નામ પ્રકાસુ તેહના સહી. ભાવાર્થ – સમભૂતળથી સાત રાજુ ત્યાં હેઠા હોય. તે સારી રીતે જાણો. સાતે પૃથ્વી ત્યાં કહી તેના નામ હવે પ્રકાશું (કહું) છું. ૨૧૪ એક લાખ ઈહઈસીસ હજાર, રત્નપ્રભા પ્રથવી વિસ્તાર,
તલઈ મૂકીઈ જોયણ હજાહર, ઊપરી સહઈસ જેઅણ નીરધાર. ભાવાર્થ – એક લાખ એંસી હજાર જોજન રત્નપ્રભા પૃથ્વીનો વિસ્તાર છે. એમાં નીચે એક હજાર જોજન મૂકીએ તથા ઉપર એક હજાર જોજન મૂકીએ. (નિર્ધારીએ) ૨૧૫ તે વચ્યમાં મોટું અઘેર, ત્યાહાં નારકિ પાથડ તેર,
નરગાવાસા છઈ ત્રેણિ લાખ, એ શ્રી જિનવર કેરી ભાખ.