________________
૧૪૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
ભાવાર્થ - શ્રી જિનવરે ભાખ્યું છે તે વચમાં (૧,૭૮,૦૦૦ યોજનમાં) પહેલી નરકમાં ૧૩ પાથડા છે, તેમાં ૩૦ લાખ નરકાવાસા (નારકીને ઉપજવાના સ્થાન) છે. ૨૧૬ ઉપજવાના કુંડયમ ઘડા, માંહિ પોહોલો મોઢઈ સાંકડા,
ઉપજઈ અંતરમૂરત જાય, પ્રજાપતો તે નારક થાય.
ભાવાર્થ - ત્યાં નારકીને ઉપજવાના ઘડા છે. અંદરથી પહોળા ને મોઢેથી સાંકડા છે. એમાં નારકી ઉત્પન્ન થાય તે અંતર્મુહુર્ત પછી પર્યાપ્તો થાય.
૨૧૭ પછઈ દેહ વધ્યાની વાત, યગન શરીર તેહનઉં ત્રણિ હાથ,
ઊતકષ્ટ્રે સવ્વા એકત્રીસ, જ્યગન આઊં દસ સહઈસ વરીસ. ભાવાર્થ - પછી દેહ વધે. તેનું જઘન્ય શરીર ત્રણ હાથ, ઉત્કૃષ્ટ સવા એકત્રીસ હાથનું, જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષ.
૨૧૮ પછઈ દેવ કાપી ઘા ઘણઈ, બાહિરિ કાઢઈ નારક તણઈ,
પારાની પિઠિ દેહ મલઈ, ત્રણિ વેદના ત્યાંહા નવી ટલઈ.
ભાવાર્થ - પછી દેવ કાપીને ઘા મારીને ત્યાંથી નારકીના જીવને બહાર કાઢે નરકમાં પારાની જેમ દેહ પાછો મળી જાય છે. (પારા જેવો દેહ મળ્યો હોય તેથી પાછો સંધાઈ જાય.) ત્યાં આગળ ત્રણ પ્રકારની વેદના હોય.
૨૧૯ પરમાધાંમી ખેતર તણી, માઠુંમા વેઢિકરઈ અતિ ઘણી,
રૂપ રહિત નિં સબલ કષાય, ખ્યણ સૂખીઆ નહી તેણઈ ઠાહિ.
ભાવાર્થ - ૧) પરમાધામી કૃત વેદના ૨) ક્ષેત્રકૃત વેદના ૩) માંહોમાંહિ (અંદરોઅંદર)
-
વેદના એકબીજા લડે. (ઝઘડે) એ ત્રણેની ખૂબ વેદના હોય. કુરૂપ હોય તથા સબળ કષાય હોય તેથી ત્યાં તેઓ ક્ષણવાર પણ સુખી ન હોય.
૨૨૦ તરશાં તરવું પાઈ ત્યાંહિં મંશ દેહનું કાપઈ જ્યાંહિ,
આકાસિં ઉછાલ્યો જાય, પડતાં દેહ ભાલઈ વીંધાય.
ભાવાર્થ તરસ લાગે તો શીશું (ઉકાળેલું પ્રવાહી શીશું) પીવડાવે. ભૂખ લાગે તો એનું જ માંસ કાપીને ખવડાવે. આકાશમાં ઉછાળીને ભાલાની ધાર પર ઝીલે. તેથી તેનો દેહ વિંધાઈ જાય.
૨૨૧ રગત મંશ સરખી ત્યાંહા મહી, અંધઃકાર રચઉં હું પાસાં સહી, ભીતિં ખડગ સરીખી ધાર, કહિતાં દૂખ ન આવઈ પાર.
ભાવાર્થ - રકતમાંસની નદીમાં ડૂબાડે. ચારે પાસ ગાઢ અંધકાર હોય, એની ભીંત તથા તળિયા ખડગની ધાર જેવા હોય. આમ એના દુઃખ કહેતા પાર, આવે નહિ. ૨૨૨ સબલ ભૂખ નારક નિં કહી, સકલ અન ખાઈ તે સહી,
તોહઈ ત્રપતિ વલઈ નહીં કદા, જીવ નારકી ભૂખ્યા સદા.
ભાવાર્થ - ત્યાં અનંતી ભૂખ લાગે આખી દુનિયાનું ધાન ખવડાવી દઈએ તો પણ તૃપ્તિ ન થાય એવા નરકના જીવ સદા ભૂખ્યા હોય.