________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૪૭ ૨૨૩ ત્રીષા (ખા) અસી નારકિનિ જોય, સુહ જલ પીતાં ત્રપત્ય ન હોય,
તાપ ઘણો ત્યાહા નારક તણઈ, કંપઈ તન જે કાને સૂણઈ. ભાવાર્થ – તરસ પણ એવી જ હોય કે સઘળું પાણી પીવડાવી દો તો પણ તૃપ્ત ન થાય. ત્યાં આગળ તાપ પણ ઘણો હોય. કંપન એટલું હોય કે તે કાને સાંભળીને શરીર ધ્રુજી જાય. ૨૨૪ હજાર ભાર લોહો ગાલુ કરઈ, અગનિ માંહિ ષટ મહિના ધરઈ,
કાઢી ચાંપઈ નારક કહઈ ઈ તે તાઢ લાગે તો કહી. ભાવાર્થ – હજાર મણનો લોખંડનો ગોળો અગ્નિમાં છ મહિના સુધી તપાવીને પછી કાઢીને નારકીને ચાંપીએ તો એ એને ઠંડો લાગે એટલો તાપ ત્યાં હોય. ૨૨૫ તાઢિ તણો ત્યાહા પરિસો ઘણો, હજાર ભાર ગોલો લોહો તણો,
ષટ મહિના હેમાચલઈ રહઈ, અંગ્ય લગાડી ઊનો કરઈ. ભાવાર્થ – એવી જ રીતે ત્યાં અનંતી ટાઢ હોય. હજાર મણનો લોખંડનો ગોળો છ મહિના હિમાલયના બરફમાં રાખીને લગાડીએ તો એને ગરમ લાગે. ૨૨૬ એહેવો નવી વર્ગ તણો અવદાલ ઢાઢેિ ત્યાહ ગલઈ પગહાથ,
ઉષ્મ વેદના ત્યાહા પણ્ય ઘણી, નીશંક સુરમાઈ અવગુણી. ભાવાર્થ – એવો નરકનો વિચાર છે ત્યાં હાથ પગ ગળી જાય એવી ટાઢ છે. એવી જ રીતે ત્યાં ઉષ્ણ વેદના પણ ઘણી છે. આ ઉપરાંત પરમાધામી દેવો પણ નારકીના જીવોને નીશંક ખૂબ દુઃખ આપે છે. ૨૨૭ રત્નપ્રભા તો એહેવી આજ, લાંબી પોહોલી છઈ એક રાજ,
બીજી પ્રથવી ભાવ જ કહું, શક્રપ્રભા તસ નામ જ લછું. ભાવાર્થ – રત્નપ્રભાનો વિસ્તાર કહે છે. એક રાજુ લાંબી પહોળી છે. હવે બીજી પૃથ્વીના ભાવ કહું છું. બીજી પૃથ્વીનું નામ શર્કરા પ્રભા. ૨૨૮ જોઅણ લાખ બત્રીસ હજાર પ્રથવી પંચ તે એ છઈ અપાર,
તલ ઉપરિ રહઈ અકેક હજાર વર્ગ પાથડા વચઈ અગ્યાર. ભાવાર્થ – તેનો પૃથ્વીપિંડ એક લાખ બત્રીસ હજાર જોજનની જાડાઈવાળો છે. એમાં ઉપર નીચે એક એક હજાર મૂકતા વચ્ચેના ભાગમાં અગિયાર પાથડા છે. ૨૨૯ નÍવાસા લખ્ય પચવીસ, ઉપજતા નાર્ક નશદીસ,
આઉં જયગન એક સાગર કહઈ, ઉતકર્ણે ત્રણિ સાગર લહઈ. ભાવાર્થ – તેમાં ૨૫ લાખ નરકાવાસા છે. તેમાં રાત દિવસ નરકના જીવો (નારકી) ઉપજતા રહે છે. ત્યાં આયુષ્ય જઘન્ય એક સાગરનું ઉત્કૃષ્ટ ત્રણ સાગરનું હોય. ૨૩૦ પોણા આઠ ધનુષ જો વલી, તે ઉપરિ પછઈ ષટ આંગલી,
જયગન શરીર તે એહેવું હોય, ઉતકર્ણે ભાખ્યું તે જોય. ભાવાર્થ – પોણા આઠ ધનુષ ને છ આંગળનું જઘન્ય શરીર (ઊંચાઈ) હોય.