________________
૧૪૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
ઉત્કૃષ્ટ કહ્યું તે આ પ્રમાણે છે.
૧૩૧ ધનુષ પનર સાઢા વીસ્તાર તે ઊંપરઈ વલી અંગુલ બાર, ત્રણિ વેદના ત્યાહા પણિ સહી, પહઈલી સરખી તે તુઝ કહી. ભાવાર્થ - ઉત્કૃષ્ટ સાડા પંદર ધનુષ ને ૧૨ આંગળનું શરીર (અવગાહના) હોય. ત્યાં પહેલી નરકમાં બતાવેલી ત્રણે વેદના હોય.
૨૩૨ બીજી નર્ગનો એ અધિકાર, લાંબી પોહોલી કહું વીસ્તાર,
અઢી રાજ પ્રથવી વિખ્યાત, ત્રીજી નર્ગની સુણજે વાત.
ભાવાર્થ - લાંબી પહોળી અઢી રાજુની છે. એ બીજી નરકનો વિસ્તાર છે. એમ બીજી નરકનો અધિકાર પૂર્ણ થયો. હવે તમે ત્રીજી નરકનો અધિકાર સાંભળો તે કહું છું.
૨૩૩ વાલું પ્રભા પ્રથવી નહી સાર, લાંબી પોહોલી રાજ છઈ ચ્યાર, જોઅણ લખ્યું અઠાવીસ સહઈ, પ્રથવી પંડચ કહયો જિન કહઈ. ભાવાર્થ - ત્રીજી નરકનું નામ વાલુકાપ્રભા છે. ચાર રાજુ લાંબી પહોળી છે. ૧ લાખ ૨૮ હજાર જોજનનો પૃથ્વી પિંડ છે. એવું જિનરાયે કહ્યું છે.
૨૩૪ સહઈસરિ જોઅણ ત્યાંહા રહઈ, વચ્ચ નાર્ક નવ પાથડ કહઈ,
નરગાવાસા પનર લાખ, જયગન આઉ ત્રણિ સાગર ભાખ.
-
ભાવાર્થ - ત્યાં પણ એક હજાર જોજન ઉપર મૂકીએ એક હજાર જોજન નીચે મૂકીએ વચ્ચે નવ પાથડા છે. એમાં ૧૫ લાખ નરકાવાસા છે. જઘન્ય આયુષ્ય ત્રણ સાગરનું છે.
૨૩૫ ઊતકષ્ટા તો સાગર સાત, ધનુષ સાઢાંપનર વીખ્યાત,
તે ઊંપરિ દ્વાદસ આંગલી, જગન શરીર ત્યાંહા એહેઠું વલી.
ભાવાર્થ - ઉત્કૃષ્ટ આયુષ્ય સાત સાગરોપમનું છે. એનું દેહમાન (શરીર અવગાહના) જઘન્ય સાડા પંદર ધનુષ ને ૧૨ આંગુલ છે.
૨૩૬ ઉતકરૂં ધનુ સવા એકત્રીસ, ત્રણિ વેદના છઈ નશદીસ,
પહિલા સરખી તે પણિ જોય, ત્રીજી નર્ગ તે એહેવી હોય.
ભાવાર્થ - ઉત્કૃષ્ટ સવા એકત્રીસ ધનુષનું છે. ત્યાં પણ પૂર્વવત્ ત્રણે વેદના રાત દિવસ હોય છે. આમ ત્રીજી નરક આવી હોય છે.
૨૩૭ ચઉથી પંક પ્રભાનો સંચ, લાંબી પોહાલી રાજ તે પાંચ,
પ્રથવી પંડય લખ્ય વીસ હજાર, સાત પાથડા તીહાં અપાર.
ભાવાર્થ - હવે ચોથી પંકપ્રભાનો પિંડ કહું છું. તે પાંચ રાજુ લાંબી પહોળી છે. એની જાડાઈ ૧ લાખ વીસ હજાર, જોજનની છે તેમાં સાત પાથડા છે. ૨૩૮ નર્ગાવાસાદસ લખ્ય વલી, બઈ વેદન ત્યાંહા કહિ કેવલી,
ખેત્ર વેદના ત્યાંહાં પણિ હોય, શસ્ત્ર વલી વઢતા જોય.