________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૪૯ ભાવાર્થ – તેમાં દશ લાખ નરકાવાસ છે. ત્યાં કેવળીએ બે વેદના કહી છે. ક્ષેત્રા વેદના અને માહાંમાહે શસ્ત્ર વડે વાઢે તે વેદના. દેવકૃત વેદના ન હોય. ૨૩૯ આઉ ચગન ત્યાંહાં સાગર સાત, દસ સાગર ઉતકષ્ટઈ થાત,
શરીર ધનુષ સવા એકત્રીસ, ઉતકષ્ટ બ્રમણું કહઈ ઈસ. ભાવાર્થ – ત્યાં જઘન્ય આયુષ્ય સાત સાગરનું, ઉત્કૃષ્ટ દશ સાગરનું છે. જઘન્ય શરીર સવા એકત્રીસ ધનુષનું ઉત્કૃષ્ટ સાડી બાસઠ ધનુષનું છે. ૨૪૦ ધૂમપ્રભા પ્રથવી જઈ આજ, લાંબી પોહોલી તે ષટરાજ,
પ્રથવી પંચનો કહું વીચાર, જોઅણ લાખ નિં સહસ અઢાર. ભાવાર્થ – હવે પાંચમી નરકની વાત કહે છે. ધૂમ્રપ્રભા પૃથ્વી છ રાજુની લાંબી પહોળી છે. એનો પૃથ્વીનો પિંડ એક લાખ ૧૮ હજાર જોજનનો છે. ૨૪૧ પંચ પાથડા ત્યાહા પણિ કહ્યા, નÍવાસા ણિ લખ્ય લહ્યા,
ખેત્ર શસ્ત્ર ત્યાહા વેદન દોય, આઉં જયગન દાસ સાગર જોય. ભાવાર્થ – તેમાં પાંચ પાથડા છે. તેમાં ત્રણ લાખ નરકાવાસ છે. ત્યાં ક્ષેત્ર અને શસ્ત્ર એ બે વેદના હોય. જઘન્ય આયુષ્ય દસ સાગર હોય. ૨૪૨ સતર સાગર ઉતકણું થાય, ધનુષ સાઢા બાસષ્ઠિ તસ કાય,
ઉતકણું એકસો પચવીસ, કાયામાન કહઈ જયગદીસ. ભાવાર્થ – ઉત્કૃષ્ટ આયુ સત્તર સાગરનું, દેહમાન જઘન્ય સાડા બાસઠ ધનુષનું ઉત્કૃષ્ટ ૧૨૫ ધનુષનું ભગવાને (જગદીશે) કહ્યું છે. ૨૪૩ તમપ્રભા છઠી છઈ આજ, વિસ્તારઈ સાઢા ષટરાજ,
એક લાખ નિ સોલ હજાર, પ્રથવી પંચ તણો વિસ્તાર. ભાવાર્થ – છઠ્ઠી નરક તમપ્રભાનો વિસ્તાર સાડા છ રાજુ છે. એની પૃથ્વીનો પિંડ (જાડાઈ) એક લાખ સોળ હજાર જોજનનો છે. ૨૪૪ ત્રણ પાથડા તેહમાં હોય, ત્યાહા કણિ નÍવાસા જોય,
એક લખ્ય પંચ ઊણા વલી, ખેત્ર વેદના કહઈ કેવલી. ભાવાર્થ – તેમાં ત્રણ પાથડા હોય. ત્યાં નારકાવાસા એક લાખમાંથી પાંચ ઓછા હોય. ત્યાં એક ક્ષેત્ર વેદના હોય. ૨૪૫ સતર સાગર આયુ કહઈ, બાબીસ ત્યાહા ઉતકણું લઈ,
શરીર ધનુષ સવાસો તાસ, ઉતકષ્ટઉં છઈ વ્યસહિં પંચાસ. ભાવાર્થ – આયુષ્ય જઘન્ય સત્તર સાગરનું ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમનું હોય. શરીરની ઊંચાઈ જઘન્ય સવાસો ધનુષ ઉત્કૃષ્ટ બસોપચાસ ધનુષ્યની હોય. ૨૪૬ તમતમપ્રભા છેહલી વીખ્યાત, લાંબી પોહોલી રાજ તે સાત,
જોઅણ લાખનિ આઠ હજાર, પ્રથવી પંડચ તણો વીસ્તાર. ભાવાર્થ - હવે છેલ્લી સાતમી નરકની વાત કહેવાય છે. છેલ્લી તમતમપ્રભા નામે