________________
૧૫૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત વિખ્યાત છે. તે સાત રાજુની લાંબી પહોળી છે. તેની જાડાઈ એક લાખ ને આઠ હજાર જોજન છે. ૨૪૭ જોઅણ સાઢાબાવન હજાર, ઊંચાં મુકીઈ સહી નીરધાર,
નીચાં પાણી મૂકો એટલાં, ત્રણિ હજાર જોઅણ વચ્ચે ભલા. ભાવાર્થ – એમાં સાડા બાવન હજાર જોજનને ઊંચા મૂકીએ અને એટલાં જ નીચે પણ મૂકીએ વચ્ચે ત્રણ હજાર જોજન બાકી રહ્યા. ૨૪૮ તેમાં પાઘડો છઈ વલી એક, નર્કાવાસા પંચવ એક,
ખેત્રવેદના અનંતી તાસ, શરીર ધનુષ બીસહિં પંચાસ. ભાવાર્થ – એમાં એક પાથડો છે. એમાં પાંચ નરકાવાસ છે. ત્યાં અનંતી ક્ષેત્ર વેદના છે. શરીરની ઊંચાઈ જઘન્ય અઢીસો ધનુષ્ય. ૨૪૯ ઉતકણું ધનુષ પાંચસિં, આઉં સાગર બાવીસ કઈ તસિં,
ઉતકણું સાગર તેત્રીસ, નર્ગમાન કહઈ જયગદીસ. ભાવાર્થ – ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની છે. આયુષ્ય જઘન્ય બાવીશ સાગર ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરનું છે. આવું નરકનું વર્ણન જગદીશે કર્યું છે. (કહ્યું છે.) ૨૫૦ પ્રથવીમાન પ્રકાસુ આજ, ઊંચી સોય અકેકું રાજ,
સાતે નર્મના પાથડા મલી, ઓગણપચાસ કહઈ કેવલી. ભાવાર્થ – હવે એનું પૃથ્વીમાન પ્રકાશું છું. દરેક પૃથ્વીની ઊંચાઈ એક એક રાજુની છે. સાતે નરકના સર્વ પાથડા મળીને ૪૯ પાથડા કેવળીએ કહ્યા. ૨૫૧ પહલી નરગ્ય પહઈલો પાથડો, સીમંતો સઘલામાં વડો,
જોઅણ લાખ પચતાલીસ જોય, લાંબો પોહોલો એહેવો હોય. ભાવાર્થ – પહેલી નરકનો પહેલો સીમંતક નામનો પાથડો બધા પાથડામાં મોટો. છે. પિસ્તાલીસ લાખ જોજનનો લાંબો પહોળો છે. ૨પર છેહેલો પાથડો સાતમી તણો, અપઠાણો નામ તસ ભણો,
લાખ જોઅણનો તે પણિ સહી, અસિવાત શ્રી જિનવરિ કહી. ભાવાર્થ – છેલ્લો પાથડો સાતમી નરકનો (સાતમી નરકે પાંચ નરકાવાસમાંનો મધ્યવર્તી એક નરકાવાસો) અપઈઠાણ નામનો છે. એ પણ એક લાખ જોજનનો છે. એવી વાત શ્રી જિનવરે કહી છે. ૨૫૩ સાતે નર્સે પાથડા રહઈસ, ઉંચા જોઅણ ત્રણિ જો સહઈસ,
લાંબા પોહોલાની સંખ્યાય, અસંખ્ય જોઅણ કેતા કહઈવાઈ. ભાવાર્થ – સાતે નરકમાં પાથડા ઊંચા ત્રણ હજાર જોજન રહે. લંબાઈ પહોળાઈમાં કેટલાક સંખ્યતા અસંખ્યાતા જોજનના કહેવાય. ૨૫૪ તેમાં નારકી જઈ અવતરઈ, એક શમઈ ઊપજઈ નઈં મરઈ,
એક બઈ ત્રણિ શંખ્યાતા સોય, જાવત્ર અસંખ્યાતા તુ જોય.