________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૫૧ ભાવાર્થ – તેમાં નારકી જઈને અવતરે. તે એક સમયે ૧ -૨ -૩ સંખ્યાતા જાવ અસંખ્યાતા જીવો ઉપજે ને મરે. ૨૫૫ વલી બોલ્યા ત્રીભોવનપતીરાય, ત્રીજંચ અસેની પાહિલયિ જાય,
સેનીઉ ગર્ભજ નોલાદીક જેહ, ભૂજપૂરિ બીજી નરગિં છેહ. ભાવાર્થ – હજી આગળ ત્રિભુવનપતિ કહી રહ્યા છે કે અસંજ્ઞી તિર્યંચ પહેલી નરકે જાય. સંજ્ઞી ગર્ભજ નોળિયાદિ ભુજપરિસર્પ બીજી નરક સુધી જાય. ૨૫૬ સેનીઓ પંખીવગાદીક જેહ, ત્રીજી નરગિં પોહોચઈ તેહ,
સેનીઓ સીહ વાઘ કુંતિરો, ચોથી લગઈ જઈ ચીતરો. ભાવાર્થ – સંજ્ઞી પક્ષી બગલા આદિ ખેચર ત્રીજી નરક સુધી જાય. સંજ્ઞી સિંહ, વાઘ, કૂતરો ચિત્તો આદિ સ્થળચર ચોથી નરક સુધી જાય. ૨૫૭ સરપાદીક સેનીઓ પાંચમી, શ્રી આદિક નિ છઠી ગમી,
પ્રજાપતો ઝભજ નર મીન, સંખ્યા આઉં તસહીન. ભાવાર્થ – સર્પ આદિ સંજ્ઞી ઉરપરિસર્પ પાંચમી નરક સુધી જાય. સ્ત્રી છઠ્ઠી નરક સુધી જાય. પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને મીન એટલે સંજ્ઞી તિર્યંચ જળચર સંખ્યાતા આયુવાળા હોય. અપર્યાપ્તા જીવ નારકીમાં ન જાય એટલે સંખ્યાના વર્ષમાંથી એટલું આયુષ્ય ઓછું (હીન) હોય. (જુગલિયા પણ નરકમાં ન જાય એ અપેક્ષાએ પણ અસંખ્યાતા આયુષ્યવાળા કરતા હીન.) ૨૫૮ સાતમી નરગિ તે પણિ જાય, ઉપજવાનો કહું ઉપાય,
સાતઈ નરગના નારકી જોહ, માનવ ત્રીજંચ મરી થાય સોય. ભાવાર્થ – તેઓ (૨૫૭ મી ગાથામાં બતાવેલ સંજ્ઞી જળચર અને મનુષ્ય) સાતમી નરકમાં ઉપજે. સાતે નરકના નારકી મરીને (સંખ્યાતા વર્ષના આયુવાળા પર્યાપ્તા). ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય. ૨૫૯ પ્રજાપતા સંખ્યામાં આય, ગર્ભજ માણસ ત્રીજંચ થાય,
તેમાં એટલો વસેષ તું જોય, સાતમીનો નર કહીંઇ ન હોય. ભાવાર્થ – સંખ્યાતા વર્ષના આયુવાળા પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ અને પર્યાપ્ત મનુષ્યમાં ઉત્પન્ન થાય પણ સાતમીનો નીકળ્યો ક્યારેય મનુષ્ય ન થાય. એટલી વિશેષતા જાણો. ૨૬૦ પઈહઈલી બીજી ત્રીજી જોય, તેહનો જીવ તીર્થંકર હોય,
ચક્રવત્રિ પહઈલીનો થાય, સંઘણશાહાસ્ત્રઈં એ કહઈવાય ભાવાર્થ – પહેલી - બીજી - ત્રીજી નરકનો નીકળ્યો જીવ તીર્થંકર થઈ શકે. પહેલીનો નીકળ્યો ચક્રવર્તી થાય એવું સંગ્રહણી શાસ્ત્રમાં કહેવાયું છે. ૨૬૧ પહલી બીજીના વલી ટેવ, વસદેવ અનિ બલદેવ,
ચોથી લગીનો કેવલી થાય, પાંચમીનો હોય મુનીવર રાય. ભાવાર્થ – પહેલી-બીજી નરકના નીકળ્યા વાસુદેવ ને બળદેવ થાય. ચોથી નરકના