________________
૧પ૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત નીકળ્યા કેવળી થાય. પાંચમી નરકના નીકળ્યા મુનીરાજ થાય. ૨૬૨ છઠ્ઠી વર્ગ લગિનો જીવ, વરતી શ્રાવક હોય સુદીવ,
સાતમીનો આપ્યો ત્રીજંચ, કદાચીત સમકતનો સંય. ભાવાર્થ – છઠ્ઠી નરક સુધીનો નીકળ્યો વતી શ્રાવક થાય. સાતમી નરકનો નીકળ્યો તિર્યંચ કદાચિત્ સમકિતી થઈ શકે. ૨૬૩ નારક મરી નારક નવ્ય થાય, મરી સોય દેવલોક ન જાય,
ત્રીજંચ ગતિ નરનો અવતાર, લેશા ત્રણિ પહઈલી નીરધાર. ભાવાર્થ – નારકી મારીને ક્યારેય નારકી ન થાય. તેમ જ મરીને તે દેવલોક પણ ન જાય. માત્ર તિર્યંચગતિ અને મનુષ્યમાં જ અવતરે. નારકીમાં પ્રથમની ત્રણ લેશ્યા કહી છે. ૨૬૪ અસંઘેણી નિ ચ્યાર કષાય, ઉંતકષ્ટી ધનુ પંચસઈ કાય,
જયગન શરીર તેહનું ત્રણિ હાથ, ત્રણ શરીર જેહનિ વિખ્યાત. ભાવાર્થ – નારકી અસંઘયણી હોય, એને ચાર કષાય હોય. તેનું જઘન્ય શરીર ત્રણ હાથ ને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યનું હોય. તેને ત્રણ શરીર હોય. ૨૬૫ તેજસ કારમણ નિ વઈકરી, ત્રિણિ દ્રષ્ટી તેહનિ પણિ ખરી,
મીથ્યા દ્રષ્ટી સમક્તિ હોય, સમામીછયા દ્રષ્ટી તું જોય. ભાવાર્થ – તેજસ, કાર્મણ ને વેક્રિય. તેને ત્રણ દૃષ્ટિ પણ હોય-મિથ્યા દૃષ્ટિ, સમક્તિ દૃષ્ટિ અને સમામિથ્યા દષ્ટિ - તું જો (જાણો. ૨૬૬ દરસણ ત્રણએ છેતેણઈ ઠાર્ય, ચશ્ન અચશ્ન અવધિ વીચાર્ય, - જ્ઞાન ત્રણિ નારક નિ કહું, મતિ મૃત અવધિજ્ઞાન પણિ લહું. ભાવાર્થ – દર્શન ત્રણ હોય-ચક્ષુ, અચકું અને અવધિ દર્શન. જ્ઞાન ત્રણ હોયમતિ, મૃત અને અવધિજ્ઞાન. ૨૬૭ –ણિ અજ્ઞાન નારક નિ હોય, ષટ પરજાયતિ તેહનિ જોય,
દશઈ સાંગ્યના દસઈ પરાણ, નવ અપ્પોગ તણો તિ જણ. ભાવાર્થ – નારકીને ત્રણ અજ્ઞાન હોય, તેમાં છ પર્યાપ્તિ પણ જુઓ. દસે સંજ્ઞા, દસે પ્રાણ, નવ ઉપયોગ પણ ત્યાં જાણવા. ૨૬૮ દેવ નારકી નિં, ત્રીજંચ, નવઈ અપ્પોગનો તેહનિ સંચ,
મતિ શ્રુતિ ત્રીજૂ અવધિજ્ઞાન, એહ જ વલી ત્રણે અજ્ઞાન. ભાવાર્થ – દેવ, નારકી ને તિર્યંચ ત્રણેમાં નવ ઉપયોગ આ પ્રમાણે હોય-મતિ, મૃત અને ત્રીજું અવધિજ્ઞાન એ જ ત્રણે અજ્ઞાન-મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. ૨૬૯ ત્રણિ દરસણ વલી તેહનિ હોય, ચશ્ન અચશ્ન અવધ્ય જોય,
નવ અપ્પોગ તણો એ ભેદ, નારકી સકલ નપૂસક વેદ.