________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૫૩ ભાવાર્થ – તેને ત્રણ દર્શન હોય. ચક્ષુ - અચકું ને અવધિ. એમ તેને નવ ઉપયોગ હોય. નારકીનાં બધા ભેદમાં નપુંસક વેદ હોય. ૨૭૦ હુંડ સંસ્થાન એ છઈ તસ એક, ત્રેત્રીસ સાગર આયું વસેક,
જયગન આઉં છઈ દસઈ હજાર, નારક યોન કહી લખ્ય ચ્યાર. ભાવાર્થ – તેને એક ફંડ સંસ્થાન હોય. ત્યાં જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષ ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમનું હોય. જીવાજોનિ ચાર લાખ હોય.
હા – ૯ ૨૭૧ નારક કથા વ્યવરી કહી, જયાંહાં છઈ વેદન ઘોર,
સોય પૂરષ નરગિં વશી, કરતાં પાએ અઘોર. ભાવાર્થ – નરકની કથા વ્યવહારથી કહી. જયાં વેદના અઘોર છે. જે પુરૂષોએ પાપ અઘોર કર્યા તે પુરૂષો નરકે ગયા, તેનો અધિકાર હવે પછીની ઢાલમાં કહેવાશે.
ઢાલ – s.
ચંદ્રાયણિનો - રાગ ૨૭૨ ચંદ્રાયણિનો અઘોર પાપ તણા અધિકારી, જે ગ્રભવતી હણતા નારી,
સોય અધમ જેણઈ માતા મારી, ફરસ્યરામ દુઓ નરગ દૂઆરી. ભાવાર્થ – અઘોર પાપ તણા અધિકારી જે ગર્ભવતી નારીને હણે, અધમ પરશુરામ જે માતાને મારીને નરકમાં ઉત્પન્ન થયો. ૨૭૩ પરરમણી ભગની મમ ભાલો, અચ્છત્ર ભાખી સહુથી કાલો, | મુની અરહા જિન નિ મમ બાલો, સાતે નરગ ભૂમિ ગોસાલો. ભાવાર્થ – પરસ્ત્રીને પોતાની બહેન સમ જુઓ, અસત્ય બોલવાવાળાનું મોટું કાળું, મુનિ, અરિહંત, જિનને મ બાળો એટલે બાળવા નહિ. મહાવીર પ્રભુ પર તેજો વેશ્યા ફેંકનાર ગોશાલક સાતે નરકમાં ભમશે. ૨૭૪ પસૂ અબાલ નપુંસક કીધા, માહાવનમાં દાવાનલ દીધા,
સકલ લોકતણા દ્રવ્ય લીધા, નવઈ નંદ નરગિં જ પ્રસીધા. ભાવાર્થ – પશુ, અબાલને નપુંસક કર્યા, મહાવનમાં દાવાનળ સળગાવ્યો, આખા લોકના દ્રવ્ય લીધા, એવા નવે નંદ-વાસુદેવ નરકે સીધાવ્યા. ૨૭૫ નગર દહઈન કરઈ નર કેતા, માહા આરંભી હોઈ જેતા,
અતી પરીગ્રહ નર દીસઈ તેતા, નરગિં પહુતો સુંભમ અવેતા. ભાવાર્થ – નગરને બાળનાર નર કેટલા? જેટલા મહાઆરંભી હોય તેટલા અતિ પરિગ્રહ કરનારા હોય તેટલા, એવું કરનાર સુલૂમ ચક્રવર્તી નરકે પહોંચ્યા. ૨૭૬ નારી બાલ સિરિ મૂકઈ ઘાય, નગર દેસ ભાંજેવા જાય,
માહા સંગ્રામ અનિ સબલ કષાય નચ્ચ પહતો રાવણરાય. ભાવાર્થ – નારી, બાળક, સ્ત્રી (શ્રી લક્ષ્મી) ની ઘાત કરે, નગર દેશ લૂંટવા જાય,