________________
૧૫૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત મહાસંગ્રામ અને સબળ કષાય કરનાર, રાજા રાવણ નરકમાં પહોંચી ગયો. ૨૭૭ નર નારી પસ નાંખ્યા કાપી, લેઈ થાંખ્યય પાછી નવ્ય આપી,
જેણઈ મુનીવર માર્યા સંતાપી, નર્ચે પહુતો પાલગ પાપી. ભાવાર્થ – નર, નારી, પશુને કાપી નાંખ્યા, લીઘેલી થાપણ પાછી ન આપી, જેણે સંતાપીને દુઃખ દઈને મુનિઓને માર્યા એવો પાપી પાલક નરકમાં પહોંચી ગયો. ૨૭૮ પાપી જીવ હણિ ષટકાઈ સકલ લોક તણઈ દુઃખદાઈ,
લુંટઈ અંકી કાપઈ સાહી, નરશ્ય વસઈ નર ખ્યત્રી અકાઈ. ભાવાર્થ – પાપી જીવ છકાય હણે, લૂંટે, તે આખા લોકમાં દુઃખદાયક હોય, લૂંટીને,ઈંદ્રિયો કાપીને દુઃખ દેનાર અંકાઈ રાઠોડ નરકમાં જઈને વસ્યો. ૨૭૯ રાજરીધ્ય જેણઈ જેણઈ નવિ મૂકાયિ, વન્ય આહોડા કરવા જાયિ,
મધરા મંશ અભખ્ય જે ખાયિ, નરગિ પહુતો શ્રેણીકરાયિ. ભાવાર્થ – જેણે રાજયઋદ્ધિ મૂકી નથી. જે વનમાં શિકાર ખેલવા જાય. જે મદિરા, માંસ, અભક્ષ્ય ખાય, તેવા શ્રેણિક રાજા નરકમાં પહોંચ્યા. ૨૮૦ પંચ વીષઈ કાદવમાં ખંતો, પૂત્રી ભાત ત્રીયાસ્ય જૂતો,
બંધવ ઘાત કરી જવ્ય ગુતો, મણીરથ રાજા નરગ્ય પહુતો. ભાવાર્થ – પાંચ વિષયના કાદવમાં ખૂંપેલો, પુત્રી સમાન ભાઈની પત્નીમાં જોડાયો (મોહ પામ્યો) એના માટે ભાઈની હત્યા કરી નાંખી એ મણિરથ રાજા નરકમાં ગયો. ૨૮૧ અતી લોભી નિ આ કર વધારઈ, ડૂ ધ્યાન હઈઆમાં ધારઈ,
પોતાના સુતનિ જે મારિ, કનક કેતુ નૃપ નરગ્ય પધારઈ. ભાવાર્થ – અતિ લોભી ને કર વધારનાર, હૈયે રોદ્ર ધ્યાન ધારણ કરનાર, પોતના પુત્રને મારનાર કનકકેતુ રાજા નરકમાં પહોંચ્યા. ૨૮૨ અધમ જીવ માછો કહિવાયિ, જલના જીવ ઘણા નિ ખાયિ,
પાપકર્મ ત્યાંહાં બહુ બંધાર્ચ, મરઈ મીન સાતમીચિં જાય. ભાવાર્થ - માછલો અધમ જીવ કહેવાય, ઘણા જળના જીવ ખાઈ જાઉં એમાં વિચારે, તેથી પાપકર્મ ખૂબ બંધાય, એટલે મરીને માછલો સાતમી નરકે જાય. ૨૮૩ મોટ મચ્છાનિ મુખ્ય જીવ આવઈ, કેતા ભખઈ કઈ જીવ તજાવઈ,
તુંદલ મીન તીહ મનિ ભાવઈ, મુખ્ય આવ્યા માછો નવ્ય ખાવઈ. ભાવાર્થ – મોટા માછલાના મુખમાં ઘણા માછલા આવતા જતા જોઈને મનમાં વિચારે કે આ માછલો કેટલા જીવોને જવા દે છે. હું હોઉં તો એકે માછલો જવા ન દઉં આમ તંદુલ મચ્છ મનમાં વિચારે. ૨૮૪ જો મુઝ મોટું વદન વસેકું તો જાવા નવ્ય દેઉં એક,
રૂદ્ર ધ્યાન નવી મૂકઈ રેખુ, સતમ નરગિં લખીઓ લેખ. ભાવાર્થ – જો મને મોટું મોટું મળ્યું હોત તો હું એક માછલું જવા ન દેત. આમ