________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧પપ રીદ્ર ધ્યાનને કારણે સાતમી નરકનું આયુષ્ય બાંધી લે છે. અર્થાત્ સાતમી નરકે જાય છે. ૨૮૫ નારકનો ભવ પૂરો કીધો વલી અવતાર તુદલ મચ્છી લીધો,
અંતરમૂરત વાસો કીધો વલી નરગિ જીવ તેહ પ્રસીધો. ભાવાર્થ – નરકનો અવતાર પૂરો થયા પછી પાછો તંદુલ મચ્છ થાય. અંતર્મહર્ત સુધી રહીને પાછો તે નરકમાં જાય. ૨૮૬ એણી પઈર ભમીઓ વાર અનંતી તો હુ વીષઈ નવ્ય પાપ વ્યમંતી,
ત્રષ્ના તરૂણી તે ન સમંતી, વાત કરઈ જીવ મળ્યમાં ગમતી. ભાવાર્થ – જીવ એની માફક અનંતીવાર ભમીઓ તો પણ વિષયને વમતો નથી, તૃષ્ણા તરૂણીની જેમ સમતી નથી, વાત મનમાં ગમે એવી જ કરે છે.
દુહા - ૧૦ ૨૮૭ મનગમતું બોલિ સહી, ન કરઈ તત્ત્વ વિચાર,
નર નિ નર્ચી જવા તણાં લખ્યણ ભાખ્યા ચ્યાર. ભાવાર્થ – જે મનગમતું બોલે અને તત્ત્વનો વિચાર ન કરે એવા નરને નરકે જવાના ચાર લક્ષણ બતાવ્યા છે. ૨૮૮ ક્રોધ ઘણો નીદ્રા બહુ, આહાર તણો નહી પાર,
વીષઈ ત્રપતિ નવી પામતો તસ નર્ગિ અવતાર. ભાવાર્થ – ખૂબ ક્રોધ કરે, ખૂબ નિદ્રા લે, ખૂબ આહાર કરે, વિષયોમાં તૃપ્ત ન થાય તેવા જીવો નરકમાં જાય. ૨૮૯ તેણઈ કારણિ નર ચેતયો, કરયો ધર્મ સુસાર,
અરિહંત સીધ મૂની સમરતાં, નરગિં નહી અવતાર. ભાવાર્થ – એ કારણો જાણીને તે મનુષ્યો ચેતી જાવ ને સારી રીતે સારરૂપ એવા ધર્મનું આરાધન કરો. જે અરિહંત ભગવંત, સિધ્ધ ભગવંત અને મુનિ ભગવંતનું સ્મરણ કરે છે એ નરકમાં ઉપજતો નથી. ૨૯૦ જીવ પંચદ્રી જગિં ઘણા ભાખ્યા ચ્યાર પ્રકાર,
વલી થાવર પાંચઈ તણા, કહઈસ્યુ બોલ વિધ્યાર. ભાવાર્થ – આમ જગતમાં પંચેન્દ્રિય જીવો ઘણા છે એના ચાર પ્રકાર કહ્યા. હવે પાંચ સ્થાવરના બોલનો વિચાર કહીશ.
ચોપાઈ - ૮ ૨૯૧ પ્રથમ કહીઈ પ્રથવી કાય, બાબીસ હજાર વરસ તસ આય,
એકંદ્રી સઘલામાં જાય, બેઅંદ્રી, તેઅંદ્રી થાય. ભાવાર્થ – પાંચ સ્થાવરમાં સૌથી પ્રથમ પૃથ્વીકાયનું વર્ણન છે. એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ હજાર વર્ષનું છે. એ ક્યાં ક્યાં ઉપજે એ કહે છે. પાંચે એકેન્દ્રિયમાં