________________
૧૫૬
શ્રાવક કવિ ઋષભદાસ કૃત બેઈન્દ્રિય, ઈન્દ્રિયમાં જાય. ૨૯૨ ચોરંદ્રી પંચેઢી લહું, ત્રીજંચ ગતિ માનવની કહું,
નારક વ્યનાં અહીં સઘલો જીવ, આવી ઉપજઈ સોય સદીવ. ભાવાર્થ – ચોરેન્દ્રિય ,પંચેન્દ્રિયમાં જાય, તિર્યંચ અને મનુષ્યમાં જાય. પૃથ્વીકાયમાં સદાય નારકી સિવાયના બધા જીવ આવીને ઉપજે. ૨૯૩ જલ વનસપતી એહ પ્રકાર, પ્રથવીની પરિં નીરધાર,
સાત હજાર વરસ જલ આય, વનસપતી દસ સહિંસિ થાય. ભાવાર્થ - અપકાય અને વનસ્પતિકાય એ બંનેને પણ પૃથ્વીકાયની જેમ જ જાણવા, પણ આયુષ્યમાં ફરક છે. પાણીની સ્થિતિ એટલે કે અપકાયનું આયુષ્ય સાત હજાર વર્ષ ને વનસ્પતિનું દશ હજાર વર્ષનું છે. ૨૯૪ અગ્યન તણૂં આઉં ત્રણ રાતિ, ત્રણ હજાર વાઉની જાતિ,
પ્રથવી પરિ ઊપજતા જાય, પણિ બેઠું માનવ નવ્ય થાય. ભાવાર્થ – અગ્નિકાચનું આયુષ્ય ત્રણ અહોરાત્રિનું, વાયુકાયનું ત્રણ હજાર વર્ષનું. પૃથ્વીકાયની જેમ ઉપજે પણ બંને મનુષ્ય ન થાય. પાંચ સ્થાવર, ત્રણ વિકસેંદ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય એ નવ ઠામમાં ઉપજે. ૨૯૬ પાંચઈ થાવરના જે જીવ, વલી વગલેદ્રી સોય સદીવ,
ત્રીજય માનવ તું પણિ જોય, તેઓ વાઓમાં આવઈ સોય, ભાવાર્થ – વાયુકાયમાં પાંચ સ્થાવર, ત્રણ વિકલેંદ્રિય, તિર્યંચ અને મનુષ્ય એટલા દસ બોલના આવીને ઉત્પન્ન થાય. ૨૯૬ પ્રથવી પાણી તેઓ વાય, એ ચ્યારઈ બાદર કહઈવાય,
વનસપતી પરત્યગ વલી કહી, બાદર નીગોદ તે છઠી સહી. ભાવાર્થ – પૃથ્વી, પાણી, તેલ, વાઉ એ ચારે બાદર કહેવાય. વનસ્પતિ પ્રત્યેક કહી. બાદર નિગોદ તે છો ભેદ જાણવો. ૨૯૭ સી ત્યરિ ક્રોડાક્રોડિ સાગર રહઈ, કાયસ્થતિ ત્રીભોવનપતિ કહઈ,
વલી કાય સ્થતિનો કહું વીચાર, સમસ્ત જીવ તણો અધીકાર. ભાવાર્થ – શ્રી ત્રિભુવનપતિ કહે છે કે એની કાયસ્થિતિ ૭૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે, એમ હવેના અધિકારમાં સમસ્ત જીવોની કાયસ્થિતિનો વિચાર કહું છું.
ઢાલ - ૭
ભાદરવ ભંશમ પાણી - રાગ શામેરી, ૨૯૮ કાયસ્થતિ જીવ રહીઓ જેહ, વલી માન પ્રકાસું તેહ,
નિગોદ સુક્ષ્મ માહિં રહીયિ અનંત પૂદગલઃ પ્રાવૃત કહીયિ. ભાવાર્થ – જે જીવ એક જ કાયમાં જેટલો સમય રહ્યો તે કાયસ્થિતિ હવે પ્રકાશું (કહું) છું. સૂક્ષ્મ નિગોદમાં જીવ અનંત પુદ્ગલ પરાવર્તન સુધી રહ્યો.