________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૫૭ ૨૯ પછઈ તીહા થકી નીસરીઓ, વ્યવહારી નામ જ ધરીઓ,
વીવહારી થઈનઈ ભમીઓ, કહુ કાલ જેતો નીગમીઓ. ભાવાર્થ – પછી ત્યાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવ્યો. વ્યવહાર રાશિમાં આવીને જેટલો કાળ ભમ્યો - પસાર કર્યો તે કહું છુ. ૩૦૦ ત્રીજંચ અસ્વંગની માંહિ, વનસપતી એકંદ્રી જયાંહિ, - પાંચમો જ નપુંસક જાણૂ, એનો સરખો કાલ વખાણ્ ભાવાર્થ – તિર્યંચ ગતિના જીવ, અસંજ્ઞી, વનસ્પતિ, એકેન્દ્રિય અને પાંચમો નપુંસક એ પાંચેનો એક સરખો કાળ જાણવો. ૩૦૧ આવલીનિં અસંખ્યમિ ભાખિ, જેટલા સમિ શાયિ લાગિ,
તે તાં પૂર્ગાલ પ્રાવૃત રહીચિં, જિનવચને એ સઘઈયિ. ભાવાર્થ – આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય હોય એટલા પગલા પરાવર્તન રહે એવા જિનવચન પર શ્રદ્ધા રાખીએ. ૩૦૨ વલી સૂક્ષ્મ માંહિ રહીઓ, તેમનો પણિ કાલ જ કહીઓ,
અસંખ્યાતા લોક આકાશ, પરદેશ પ્રમાણ પ્રકાસ. ભાવાર્થ – વળી સૂક્ષ્મમાં જીવ કેટલો કાળ રહ્યો તે પણ કહ્યું છે. તે અસંખ્યાતા લોકના જેટલા આકાશ પ્રદેશ થાય તેટલો કાળ રહે એમ પ્રકાર્યું છે. ૩૦૩ અવસર્પણી ઓસર્પણીહોઈ, પાંચ સુક્ષ્મ એતુ રહીઈ,
પાંચ બાદરો કહું જ વિચારો, બાદર વનસપતી વિસ્તારો. ભાવાર્થ – પાંચ પ્રકારના સૂક્ષ્મ જીવો પૂર્વોક્ત આકાશ પ્રદેશ જેટલી અવસર્પિણી - ઉત્સર્પિણી જેટલો કાળ રહે. હવે પાંચે બાદ કાયનો વિચાર કહું છું. બાદર વનસ્પતિનો વિસ્તાર કહું છું. ૩૦૪ આંગલ અત્યંખમિ ભાગ્ય કહેશ, જેટલી આકાશ પરદેશ,
તેટલી અવસર્પણી કહીયિ, વ ઓવસર્પણી એક લહીયિ. ભાવાર્થ – આંગુલના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશ પ્રદેશ રહેલા છે તેટલી અસંખ્યાતી અવસર્પિણી ઉત્સર્પિણી જેટલો કાળ વ્યતીત કરે. ૩૦૫ નીગોદ માંહિ કેતુ રહીચિ, અઢી પુદગત પ્રાવૃત કહીચિ,
પછી જીવનિ પાછા ઠેલઈ, નીગોદ તણૂં ઘર મેહલઈ. ભાવાર્થ – નિગોદમાં જીવ કેટલું રહે એ કહે છે. એમાં અઢી પુદ્ગલ પરાવર્તન કાળ રહે પછી જીવને પાછો ઠેલે નિગોદમાંથી બહાર નીકળીને બીજે ઉપજે. ૩૦૬ ની ગોદ વીચાર વ્યવરી કહું, ગોલા જીવ વીચાર,
પરજયયનિ પરમાણૂઓ, વરગણાનો વિસ્તાર. ભાવાર્થ – હવે નિગોદનો વિચાર વ્યવહારથી કહું છું. ગોળામાં રહેલા જીવોનો વિચાર, પર્યાય અને પરમાણુ વર્ગણાનો વિસ્તાર કહું છું.