________________
૧૫૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ૩૦૭ જોઅણ અંગુલ અંશનો કેતો ભાવ લહેશ,
પરદેશ લોક ભેદ જ વલી કેતો મર્મ કહેશ. ભાવાર્થ – જોજન, આંગુલના અંશ, પ્રદેશ, લોક વગેરેના ભેદનો કેટલોક મર્મ કહીશ. કેટલા આંગુલે જોજન થાય તેનો ભાવ લખીને લોક કેટલા જોજનનો છે તેમાં કેટલા પ્રદેશ હોય તેનો મર્મ જણાવીશ.
ચઉપઈ - ૯ ૩૦૮ લોક અશંખ્ય જોઅણનો જોય, જોણ સંખ્યાતા અંગાલ હોય,
અંગુલ અસંખ્યાત અસઈ કહુ, અંશ અસંખ્ય ગોલે લહું. ભાવાર્થ – લોક અસંખ્યાતા જોજનનો હોય. જોજન સંખ્યાના આંગુલનું હોય. એક આંગુલના અસંખ્યાતા અંશ (ભાગ) હોય છે એના અસંખ્યાતમાં ભાગમાં એક ગોળો હોય. (આંગુલના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્યાતા ગોળા હોય) ૩૦૯ ગોલો એક વલી ત્યારિ થાય, અસંખ્ય નીગોઘ કહઈ જિનરાય,
નીંગોદ એક વલી ત્યારઈ થાય, જીવ અનંત મલઈ સમદાયિ. ભાવાર્થ – અસંખ્યાતા નિગોદ (શરીર) નો એક ગોળો થાય અર્થાત્ એક ગોળામાં અસંખ્યાતા (નિગોદના જીવોના) શરીર હોય. તે એક શરીર (નિગોદ) માં અનંતા જીવોનો સમુદાય હોય એવું જિનરાજે કહ્યું છે. ૩૧૦ જીવ અસંખ્ય પરદેસિ હોય, પરદેશ ભેદ સુણજયો સહુ કોય,
એક પરદેસ હયિ વલી તસિં અનંતી કર્મની વર્ગણા જસિં. ભાવાર્થ – એકેક જીવના અસંખ્ય પ્રદેશ હોય, પ્રદેશના ભેદ સહુ સાંભળો. એ એકેક પ્રદેશે વળી અનંતી કર્મની વર્ગણાઓ ચોંટેલી હોય. ૩૧૧ એક વર્ગણા ત્યારઈ કલઈ, અનંત પરમાણુંઆ આવી મલાઈ,
એક પરમાણૂઓ ત્યારિ થાય, અનંત પ્રજયાય મલઈ તસ ડાહ્ય ભાવાર્થ – અનંત પરમાણુઓ આવીને મળે ત્યારે એક વર્ગણા કળી શકાય. એક પરમાણુ ત્યારે થાય જ્યારે એમાં અનંત પર્યાયો આવીને મળી હોય. ૩૧૨ જઈન શાસ્ત્ર એ ગહિન વીચાર, જ્ઞાન વ્યના નવ્ય પામઈ પાર,
કેવલજાન તણો જે ધણી, એ વાણી મહાપૂરષ તણી. ભાવાર્થ – જૈન શાસ્ત્રના આ ગહન વિચારને જ્ઞાન વિના પાર પામી ન શકાય જે કેવલજ્ઞાનના ધણી હોય એ મહાપુરૂષ જ આ વાણી બોલી શકે. ૩૧૩ જેહના જ્ઞાનતણો નહીં પાર, તેણઈ એ ભાખ્યા જીવવીચાર,
જીવ ભગઈ છઈ ચઉ ગતિમાંહિ, એનેક દૂખ ભોગવતા ત્યાંહિ. ભાવાર્થ – જેમનું જ્ઞાન અપાર છે તેમણે આ જીવ વિચાર ભાખ્યો છે. જીવ ચારે ગતિમાં ભમે છે અને ત્યાં અનેક પ્રકારના દુઃખ ભોગવે છે.