________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧પ૯ ૩૧૪ આઠ ખાણ જગમાંહિ કહી, તરસ જીવ ત્યાંહા ઉપજિ સહી,
પહિલી કહીઈ અંડ જ ખાણ, પંખી સર્વ ઉપજતા જાણ. ભાવાર્થ – (આગલી ગાથામાં ભમવાની વાત છે માટે હવે કેવા સ્થાને ઉપજે તેની પ્રરૂપણા અહીં કરી છે.) આ જગતમાં જીવોને ઉપજવા માટેના આઠ સ્થાન (ખાણ) કહ્યા છે. ત્યાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે. એમાં પહેલી ખાણ અંડજ ખાણ છે જેમાં સર્વ પક્ષીઓ ઉપજે છે. ૩૧૫ પોતજ ખાણિ જીવ બીજી ભજઈ, હાથી પર મુખ્ય ત્યાંહા ઉપજઈ,
રસ જ ખાણિ મદિરાના ઠામ, કીડા પરમૂક પ્રગટિ તમ. ભાવાર્થ – બીજી ખાણ પોતજ છે જેમાં ગર્ભમાંથી બહાર નીકળતાની સાથે જ ગમનાગમન કરે એવા હાથી પ્રમુખ પશુઓ ઉપજે છે. ત્રીજી ખાણ રસજ મદિરાદિની છે જેમાં કીડા પ્રમુખ ઉપજે છે. ૩૧૬ જરાયુજ ચોથી કહઈવાય, ઉપજઈ માનવ પરમૂખ ગાય, ( સ્વેદજ ખાય કહું પાંચમી, જુ પૂરમૂખ ઓપજઈ ત્યાંહા ભમી. ભાવાર્થ – ચોથી ખાણ જરાયુજ (નાળ વગેરે મળ સહિત જન્મનાર) છે. જેમાં માનવી પ્રમુખ ગાય વગેરે ઉપજે. પાંચમી ખાણ ટ્વેદજ (પસીના)માં ઉત્પન્ન થનાર
છે.
૩૧૭ છઠિ ખાણિ સમુહિમ તણી, મછ દાદૂર ઉપજઈ તે ભણી,
ઉંદભીદજ કહીઈ સાતમી, ખંજન પરમૂખ પંખી ગમી. ભાવાર્થ – છઠ્ઠી ખાણ સમૂચ્છમ (ગર્ભાધાન વિના શરીર નામકર્મના ઉદયથી શરીરના અવયવોનો સંગ્રહ થઈ જવાથી સ્વયં ઉત્પન્ન થનારા) જીવની છે. મચ્છર , દેડકા આદિ તિર્યંચ અને મનુષ્યો એમાં ઉપજે છે. સાતમી ખાણ ઉભિજ્જ = પૃથ્વી ભેદીને ઉત્પન્ન થનારા શલભ, તીડ, ખંજન પ્રમુખ પક્ષી આદિ. ૩૧૮ આઠમી ઉપપાદજ કહું હવ, ઉપજઈ નારક નિ ત્યાહાં દેવ, - આઠઈ ખાણિના નામ એ કહ્યું, અથવા તરસ જયોન તસ લહું. ભાવાર્થ – આઠમી ઓપપાતિક ખાણ કહેવાય. દેવ શય્યા પર અને નારકી કુંભમાં સ્વયં ઉત્પન્ન થાય છે. ગર્ભજ અને સંમૂર્થ્યિમોથી એમનો જન્મ ભિન્ન થાય છે એ આઠે ખાણના નામ કહ્યા અથવા તો તેને ત્રસ યોનિ કહી શકાય. ૩૧૯ એમ ભમીઓ જીવ સઘલઈ ઠાહિ, પ્રથવી પાણી તેઉ વાય,
અઢાર ભાર વનસપતિ માહિ, ભમતા પાર ન પામ્યો ક્યાહિ. ભાવાર્થ – એમ (ઉપર બતાવેલા) બધા સ્થાનમાં જીવ ભમ્યો છે. પૃથ્વી, પાણી, તેલ, વાઉ અને અઢાર ભાર વનસ્પતિમાં ભમતાં કયાંયથી પાર પામ્યો નહિ. ૩૨૦ ભાર વીસ્તાર કહું કર જોડિ, એકવીસ લાખ મણ નિ છઈ કોડિ,
આદિકા ઐઉઓ ત્રરિ હજાર, મણ એતઈ હોયિ એક ભાર.