________________
૧૬૦
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ – હવે કવિ નમ્રતાપૂર્વક હાથ જોડીને ભારનો વિસ્તાર કહે છે. એકવીસ લાખ મણની એક કોડિ થાય. ચુમોતેર હજારથી અધિક મણનો એક ભાર થાય. ૩૨૧ વર્બ ફૂલ તણા જે સાર, તીહાં ભાર તે કહીયઈ ચ્યાર,
ફલ નિ ફૂલ લાગિ વલી દોય, આઠ ભાર તીહાં પણિ હોય. ભાવાર્થ – ફૂલ વગરની વનસ્પતિનો ચાર ભાર ફળ અને ફૂલ બંનેનો મળીને આઠ ભાર હોય.
૩૨૨ વેલિ વર્ષ જીહાં લાગઈ પાન, તિહાં ષટ ભાર તણૂં છઈ માન,
અઢાર ભારની એ ચંખાય, જીવ ભમ્યો એ અઘલઈ ઠાહિ. ભાવાર્થ - વૃક્ષને વીંટળાઈને જે વેલાઓ થાય છે એમાં જે પાંદડા લાગે છે એના છ ભાર છે એમ કુલ અઢાર ભારની સંખ્યા થાય. એ બધા સ્થાનમાં જીવ ભમ્યો
હા - ૧૨ ૩૨૩ સઘળે ઠામ્ય જીવ જ ભમ્યો, ભમતાં ન લહ્યો પાર,
જીવ સંસારી એ કહ્યો સુણિ હવઈ સીધ વિચાર. ભાવાર્થ – (પૂર્વોક્ત) દરેક સ્થાને જીવ ભમ્યો છતાં પાર પામ્યો નહિ. એ સંસારી જીવોનો અધિકાર કહ્યો હવે સિદ્ધનો વિચાર સાંભળો.
ચઉપઈ - ૧૦. ૩૨૪ ભવ્ય જીવ પંચમ ગતિ લહિ, પનરે ભેદે સીધ જ કહી,
જીન સિંધ અજીન પણિ સીધ, તીર્થ સીધ અતીરથ પ્રસીધ. ભાવાર્થ – પાંચમી ગતિ ભવ્ય જીવને જ પ્રાપ્ત થઈ શકે છે. તે સિદ્ધ ગતિ કહેવાય છે. પંદર ભેટે જીવ સિદ્ધ થાય છે. (૧) જિન = તીર્થંકર સિદ્ધ થાય (૨) અજિના = તીર્થંકરની પદવી મેળવ્યા વગર પણ સિદ્ધ થવાય (૩) તીર્થ = (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર તીર્થ કહેવાય) તીર્થ માં સિદ્ધ થવાય. (૪) અતીર્થ (તીર્થ વગર) માં પણ સિદ્ધ થવાય. ૩૨૫ ગ્રહઈસ્ત લગિ કેવલી થયા, અન્યભંગિ સીધ સહી પય કહ્યા,
સ્વલંગિ સિધ જ પણિ હોય, શ્રી લગિ સીધ થાના જોય. ભાવાર્થ – (૫) ગૃહસ્થ લિંગ = ગૃહસ્થના વેશમાં રહીને કેવળી થયા (૬) અન્યલિંગ = તાપસ, સંન્યાસી વગેરેના વેશમાં રહીને પણ સિદ્ધ થયા. (૭) સ્વલિંગ - જૈન સાધુના વેશમાં પણ સિદ્ધ થાય (૮) સ્ત્રી લિંગ = સ્ત્રીના. અવતારમાં પણ સિદ્ધ થાય. ૩૨૬ પૂરષ લંગિ હુઆ સીધ અનંતા, નપુંસક લંગિ બહુ સીઝંતા,
પરતેગ બુધ સાધ સહી કહ્યા, સ્વયંબુધ સીધ પણિ લહ્યા.