________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૬૧
ભાવાર્થ - (૯) પુરૂષલિંગમાં અનંતા જીવો સિદ્ધ થયા, (૧૦)નપુંસક લિંગમાં પણ બહુ સિદ્ધ થયા. (૧૧) પ્રત્યેક બુદ્ધ = કોઈ પદાર્થ જોઈને કે નિમિત્ત પ્રાપ્ત થવાથી પોતાની જાતે ચારિત્ર લઈને સિદ્ધ થનારા. (૧૨) સ્વયંબુદ્ધ = જાતિસ્મરણ આદિ જ્ઞાનથી સ્વયં બોધ મેળવીને પણ સિદ્ધ થયેલા જોવા મળે છે.
૩૨૭ બુધ બોહી જ સાધનો ભેદ, એક સીધ પણિ નહી ત ખેદ, અનેક સીધ થાતા પણી લહ્યા, પનર ભેદે સીધ જ કહ્યા.
ભાવાર્થ -(૧૩) બુદ્ધ બોહી = ગુરૂના ઉપદેશથી બોધ પામીને સાધુ થઈને મોક્ષે ગયા.(૧૪) એકસિદ્ધ = એક સમયમાં એક જ જીવ સિદ્ધ થાય તેના ભેદ ન હોય. (૧૫) એનેકસિદ્ધ એક સમયમાં અનેક જીવ સિદ્ધ થતા પણ દેખાય છે. એમ પંદર ભેદ સિદ્ધના કહ્યા છે.
૩૨૮ સીધ તણા છઈ પનરઈ દૂઆર, સીધ પંચશકા માંહિ વીધાચાર, ખેત્ર દ્વાર તે પહિલું લહું ત્રિલોક ભેદ વ્યવરીતિ કહું.
ભાવાર્થ - એ સિદ્ધ ગતિના પંદર દ્વારનો ‘સિદ્ધ પંચાશિકા' નામના ગ્રંથમાં વિચાર બતાવવામાં આવ્યો છે. એમાં પહેલું દ્વાર ક્ષેત્રનું છે. આ લોક (વિશ્વ)ના વ્યવહારથી ત્રણ ભેદ કહું છું.
૩૨૯ ઊર્ધલોકનો કહુ વીચાર, એક સમઈ સીધ હોયિ ચ્યાર,
નંદનવન પરમૂખ્ય તે ભણો, સોય સીધ થાતા સહી ગણો. ભાવાર્થ
ત્રણ લોકમાંથી પ્રથમ ઊર્ધ્વલોકનો વિચાર કહું છું. ઊર્ધ્વલોકમાંથી કોઈ જીવો (મનુષ્ય) સિદ્ધ થાય તો એક સમયમાં (વધારેમાં વધારે) ચાર સિદ્ધ થાય. ઊર્ધ્વલોકમાં નંદનવન (મેરૂ પર્વત પર આવેલ છે) પ્રમુખ ક્ષેત્ર છે. જ્યાંથી મનુષ્યો સિદ્ધ થાય છે. એમ સમજવું.
૩૩૦ અધોલોક જાઈ બાવીસ, મહાવદે ખેત્રની વીજઈ સદીસ,
સમભૂતલાથી જોયણ હજાર, બાવીસ મોખ્ય જાવો ઠાર.
ભાવાર્થ અધોલોકમાંથી બાવીશ જાય. મહાવિદેહ ક્ષેત્રની વિજયમાંથી એક વિજય (સલીલાવતી) સમભૂતલાથી હજાર જોજન અધોલોકમાં છે. ત્યાંથી બાવીસ જીવો મોક્ષે જાય છે. (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અને સિદ્ધ પંચાશકમાં વીશ સિદ્ધ થાય એવો મૂળ પાઠ છે.)
૩૩૧ ત્રીજગ લોકિં એકસો આઠ, મુગત્ય તણી પાંમઈ વાટ,
મહાવદે એક વિજય નિં વિષઈ, વીસ સીધ થાતા પણી લખઈ. ભાવાર્થ - તિર્ધ્યા લોકમાંથી ૧૦૮ જણા સિદ્ધ થાય. મહાવિદેહની એક વિજય વિષે ૧ સમયે વીશ સિદ્ધ થતા પણ લખેલ છે.
૩૩૨ સમુદ્ર વિષઈ સીધ સીઝઈ દોય, જૂગમ વલી પંડગવનિ હોય,
અક્રમભોમ ત્રીસઈ જે કહી, તીહા સીધ દસ થાઈ સહી.
-
=