________________
૧૬૨
શ્રાવક કવિ ઋષભદાસ કૃત ભાવાર્થ – સમુદ્ર વિશે ૨ જીવ સિઝે (કોઈ મનુષ્ય સમુદ્રમાંથી સિદ્ધ થાય તો ૧ સમયે બે સિદ્ધ થઈ શકે). પંડગવનથી બે અને ૩૦ અકર્મભૂમિમાંથી ૧૦ સિદ્ધ થાય. ૩૩૩ આંતર સીધતણૂં હવઈ મંચ, જંબુદ્વીપ નિ ધાતકી ખંડચ,
ઉતકષ્ટ નવ વરસ પરમાણ, પછઈ સીધતણું નીરવાણ. ભાવાર્થ – હવે સિદ્ધનું આંતરું કહે છે. જંબદ્વીપ અને ધાતકી ખંડમાં સિદ્ધગતિમાં જવાનું અંતર પડે તો ઉત્કૃષ્ટ નવ વરસ સુધીનું પડે એટલે વધારેમાં વધારે નવ વરસ સુધી ત્યાંથી કોઈ જીવ સિદ્ધ ન થાય પછી સિદ્ધ થવાનું ચાલુ થાય. ૩૩૪ પૃષરવર વલી દ્વીપ યાંહિ, વરસ એક ઝાઝેરું ત્યાંહ,
ઉતકર્ અંતર ત્યાંહા જોય, સીંધ પંચશક શાહાસ્ત્રિ સોય. ભાવાર્થ – વળી પુષ્કર દ્વીપમાં ઉત્કૃષ્ટ એક વર્ષ ઝાઝેરાનું અંતર પડે એવું સિદ્ધ પંચાશક શાસ્ત્રમાં કહ્યું છે. ૩૩૫ બીજું કાલ દ્વાર તે સાર, અવસર્પણીનો કહું વિચાર,
ષટ આરા તીહાં કહઈવાય, સદા સીધ તીહાં પણિ થાય. ભાવાર્થ – બીજો કાળ દ્વાર સાર રૂપ છે. પ્રથમ અવસર્પિણી કાળનો વિચાર કહે છે. અવસર્પિણી કાળના છ આરા છે તેમાં પણ સદાય સિદ્ધ થાય છે. ૩૩૬ ત્રીજા આરાનો જે જણ્યા, તે મુગતિ જાતો સહી ગણો,
ચોથા આરાનો ઉપનો, ચોથિ આરઈ સીધ નીપનો. ભાવાર્થ – ત્રીજા આરાનો જન્મેલો હોય તે મોક્ષે જઈ શકે, ચોથા આરાનો જન્મેલો ચોથે આરે સિદ્ધ થાય. ૩૩૭ તથા પાંચમિ મોખ્ય પણિ જાય, જણ્યો પાંચમિ સીધ ન થાય.
એ અવશ્રપણી ભાવ જ કહ્યા, મિ પણિ શ્રી ગુરૂ વચને લહ્યા. ભાવાર્થ – તથા (ચોથા આરાનો જન્મેલ) પાંચમા આરે પણ મોક્ષ જઈ શકે. પાંચમા આરાનો જન્મેલો પાંચમે આરે મોક્ષમાં ન જાય. અર્થાત્ સિદ્ધ ન થાય. એ અવસર્પિણીના ભાવ કહ્યા છે જે મેં પણ ગુરૂવચનથી જાણ્યા છે. ૩૩૮ ઓઢપણીનો હવિ વીચાર, બીજઈ આરઈ જયા કુમાર,
ત્રીજઈ આરઈ મોક્ષ કહિવાય, ત્રીજાનો ત્રીજઈ સીધ થાય. ભાવાર્થ – હવે ઉત્સર્પિણીકાળનો વિચાર કહે છે. જે મનુષ્યો બીજા આરામાં જમ્યા હોય તે ત્રીજે આરે મોક્ષમાં જઈ શકે. (બીજા આરામાં સિદ્ધગતિ બંધ હોય છે.) ત્રીજા આરામાં જન્મેલા ત્રીજે આરે સિદ્ધ થઈ શકે છે. (ત્રીજા આરામાં સિદ્ધગતિ ચાલુ થાય છે.) ૩૩૯ ચોથા આરાનો તે જથ્વી, ચોથિ મોક્ષ જાતો તસ ગણ્યા,
અવશ્રપણી ઉંઢપણી ભણૂ, હવઈ માંન કહું તે તણૂં.