________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૬૩ ભાવાર્થ – ચોથા આરાનો જન્મેલો ચોથા આરામાં મોક્ષે જાય છે. હવે અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાંથી કેટલા જીવો મોક્ષે જાય તેનું માપ કહું છું. (૧ સમયે કેટલી સંખ્યામાં સિદ્ધ થાય તે) ૩૪૦ ત્રીજઈ ચોથઈ આરઈ વાટ, મૂરતિ લહઈ તવ એકસો આઠ, .
અવશ્રપણી આરો પંચમો, વીસ સિધનિ ત્યારિ નમો. ભાવાર્થ – ત્રીજા - ચોથા (બંનેના) આરામાં મુક્તિની વાટ ચાલુ હોય ત્યારે તેમાં ૧ સમયે ઉત્કૃષ્ટ એકસો ને આઠ જીવો મુક્તિને પ્રાપ્ત કરે. અવસર્પિણી કાળના પાંચમા આરામાં વીસ જીવો સિદ્ધ થાય. ૩૪૧ આરા સાત થાકતા રહ્યા, દસ દસ મોખ્ય જાતા તવ કહ્યા,
સહેર્ણ આસરી ભાખ્યા તેહ, માણાવદથી સૂર લાવઈ જેહ. ભાવાર્થ – બાકીના સાત આરામાં ત્યાંથી ૧ સમયે દસ દસ જીવો મોક્ષે જાય. તે મહાવિદેહના સાધુને દેવતા સાહરણ કરીને લઈ આવે પછી અહીં કેવળજ્ઞાન થાય ને ત્યારબાદ મોક્ષે જાય. ૩૪૨ આંતરૂં સીધ તણું હવઈ જોય, ભરત ખેત્ર અઈવરતિ હોય,
અઢાર ક્રોડાકોડ સાગર જાય, માઠેરિ સીધ સુપરષ થાય. ભાવાર્થ – હવે ભારત અને ઈરવતક્ષેત્ર આશ્રી સિદ્ધનું આંતરું કહે છે દેશે ઊણા ૧૮ ક્રેડાડી સાગરોપમનું આંતરું પડ્યા પછી મનુષ્યો સિદ્ધ થાય. ૩૪૩ દેવક હરી લાવ્યા આસરી, સીધ અંતરની સંખ્યા કરી,
વરસ સંખ્યાતા વલી હજાર, પછઈ મૂગત્ય પમિ નીરધાર. ભાવાર્થ – દેવ સાહરણ કરે એ આશ્રી સિદ્ધ અંતરની સંખ્યા કહી. સંખ્યાતા હજાર વર્ષના આયુષ્યવાળા મુક્તિ પામી શકે. ૩૪૪ સાધવી નિ સંઘરઈ જ ન ખેદ, ઉપસમાવ્યા હોઈ જેણે વેદ, - પરીહાર વિÚધ ચારિત્રનો ધણી, પૂલાક ચારીત્રનો નર ગુણી. ભાવાર્થ - (અહીંથી બે ગાથામાં દેવતા કોનું સાહરણ ન કરી શકે એ કહે છે.) સાધ્વીને દેવ સંહરી ન શકે, ઉપશમશ્રેણીવાળો ને અવેદી, પરિહારવિશુદ્ધ ચારિત્રનો. ધણી, પુલાક ચારિત્રના ગુણવાળો. ૩૪૫ પરમાદ રહિત મૂનિવર નિ જય, ચઉદ પૂર્વધર જે નર હોય,
આહારક શરીર નિ જો તેવ, એતાનિ નવી સઘરઈ દેવ. ભાવાર્થ – અપ્રમત્ત મુનિવર, ચોદ પૂર્વધારી જે સાધુ હોય, તે જ રીતે આહારક શરીરવાળો એટલાને દેવ સંહરે નહિ. ૩૪૬ ગત્ય દ્વાર તે ત્રીજૂ વલી, ચોગત્યના આવ્યા કેવલી,
પહિલી બીજી ત્રીજી થઈ, એક શમઈ દસ મુગતિ સહી. ભાવાર્થ - ત્રીજો ગતિદ્વાર કહે છે. ચારે ગતિના નીકળ્યા કેવળી થઈ શકે.