________________
૧૬૪
શ્રાવક કવિ ઋષભદાસ કૃત પહેલી, બીજી અને ત્રીજી એ ત્રણ નરકના નીકળેલા જીવો એક સમયે દસ સિદ્ધ થાય. ૩૪૭ ચઉથી નગના આવ્યા ચ્યાર, હવઈ કહું ત્રીજંચ વીચાર,
ત્રીજંચ ત્રીજંચણી દસ સીઝંત, અરૂં વચન ભાખઈ ભગવંત. ભાવાર્થ – ચોથી નરકના નીકળેલા એક સમયે ચાર સિદ્ધ થાય. હવે તિર્યંચનો વિચાર કહું છું. તિર્યંચ – તિર્યંચણીના નીકળેલ દસ સિદ્ધ થાય એવું વચના ભગવાને ભાખ્યું છે. ૩૪૮ પ્રથવી અપકાયના ચ્યાર, વનસપતીના ષટ નીરધાર,
સરવ મલી દસ મુગતિ જોય, એક સીધ થાઈ સોય. ભાવાર્થ – પૃથ્વી અને અપકાયમાંથી નીકળીને મનુષ્ય થયા હોય એવા જીવ એક સમયે ચાર સિદ્ધ થાય, વનસ્પતિના નીકળ્યા છ સિદ્ધ થાય. બધા મળીને ૧ સમયે દસ જીવ સિદ્ધ થાય. ૩૪૯ એક સમઈ ભાખઈ જગદીસ, માનવ ગતિના સીઝઈ વીસ,
વીસ સીઝિ શ્રી ગતિના વલી, નર ગત્યના દસ કહઈ કેવલી. ભાવાર્થ – હવે મનુષ્ય ગતિના ભાવ શ્રી જગદીશ ભાખે છે. મનુષ્યાણીના નીકળેલા એક સમયે વીસ સિદ્ધ થાય અને મનુષ્યના નીકળેલ દસ સિદ્ધ થાય. એમ કેવળીએ કહ્યું છે. ૩૫૦ સુર ગતિના એકસો નઈ આઠ, એક શમઈ મુગત્યની વાટ,
ભવનપતિ વ્યંતર ગતિ જોય, એક શમિ દસ સીઝઈ સોય. ભાવાર્થ – દેવગતિના નીકળેલા એક સમયે એકસો ને આઠ સિદ્ધ થાય. ભવનપતિ અને વાણવ્યંતરના નીકળેલા એક સમયે દસ સિદ્ધ થાય. ૩૫૧ ભવનપતિ વ્યંતરની નાર્ય, પાંચ મુગત્ય લહઈ આંણઈ ઠાર્ય,
ત્યષી સુરના આવ્યા અહી, એક શમઈ દસ મુગત્ય જ કહી. ભાવાર્થ – ભવનપતિ અને વાણવ્યંતરની દેવીના નીકળેલા એક સમયે પાંચ સિદ્ધ થાય. જ્યોતિષી દેવના (મનુષ્ય ગતિમાં) આવેલા એક સમયે દસ સિદ્ધ થાય. ૩૫૨ દેવી વીસ લહઈ મુગત્યની વાટ, વીમાંનીક સુર એકસો નિ આઠ,
તેહનિ દેવી સીઝઈ વીસ, હવઈ આંતરું કહિઈ જગદીસ. ભાવાર્થ – જયોતિષી દેવીના નીકળ્યા વીસ સિદ્ધ થાય ને વૈમાનિક દેવના નીકળેલા એકસો આઠ સિદ્ધ થાય. અને તેની દેવીના નીકળ્યા વીસ સિદ્ધ થાય હવે તેનું આંતરૂં કહે છે. ૩પ૩ નારકી જીવનો ભાખું રહઈસ, મુગત્ય આંતરૂં વરસ એક સહિસ,
નવસતિ વરસ ત્રીજંચ તણઈ, ઉતકણું અંતર જિન ભણઈ. ભાવાર્થ – નરકના નીકળેલા જીવો મોક્ષે જાય ત્યારે તેમની વચ્ચે કેટલું અંતર પડે