________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૬૫ એ રહસ્ય છતું કરું છું. નારકીનું આંતરૂં હજાર વર્ષનું અને તિર્યંચનું નવસો વરસનું ઉત્કૃષ્ટ આંતરૂં જાણવું એમ જિન ભગવંતે કહ્યું છે. ૩૫૪ માનષ્પણી ત્રીજંચણી જોય, દેવ દીવી નિં માનવ સોય,
મૂગતિ આંતરૂ એહનિ કહું વરસ એક જાઝેરૂં લહુ. ભાવાર્થ - મનુષ્યાણી, તિર્યંચાણી, દેવ, દેવી અને મનુષ્ય એ બધાનું મુક્તિનું આંતરૂં એક વરસ ઝાઝેરું જાણવું. ૩૫૫ વેદ દ્વાર ચોથું કહઈવાય, ત્રણ વેર્દિ મુગતિ જાય,
નરવેદિ સીધ એકસો આઠ, એક શમઈ લહઈ મુગત્ય જ વાટ. ભાવાર્થ – ચોથું વેદ દ્વાર - ત્રણે વેદવાળા મુક્તિ પામે. પુરૂષ વેદવાળા એક સમયે એકસો આઠ સિદ્ધ થાય. ૩૫૬ શ્રી વેર્દિ સીઝ વલી વસ, દસઈ નપૂંસક કહઈ જગદીસ,
વ્યમાનીકના આવ્યા જેહ, એકસો આઠ નર સીઝઈ તેહ. ભાવાર્થ – સ્ત્રી વેદવાળા વીસ સિદ્ધ થાય, નપુંસક વેદવાળા દસ સિદ્ધ થાય એમ જગદીશે (તીર્થકરે) કહ્યું છે. માનિક દેવથી નીકળેલા પુરૂષવેદી એકસો આઠ સિદ્ધ થાય. ૩૫૭ પૂરષ મરી નપૂંસક થાય, અથવા શ્રી યોનિ જાય,
ઉત્કષ્ટા દસ સીઝઈ સોય, એક શમઈ જિનવર કહઈ જોય. ભાવાર્થ – પુરૂષ મરીને નપુંસક અથવા સ્ત્રીવેદમાં જાય તો એ ઉત્કૃષ્ટ એક સમયે દસ સિદ્ધ થાય - એમ જિનવરે કહ્યું છે. ૩૫૮ શ્રી જ મરી નિ શ્રી જો થાય, અથવા વેદ નપૂંસક થાય,
અથવા નરની યોનિ ગયા, દસઈ સીઝતા જિનવર કહ્યા. ભાવાર્થ – સ્ત્રી મરીને જો સ્ત્રી થાય અથવા નપુંસક વેદી થાય અથવા પુરૂષવેદી થાય તો દસ જ સિદ્ધ થાય એવું જિનવરે કહ્યું છે. ૩૫૯ વેદ નપૂંસક નિ સ્ત્રીવેદ, સીધ આંતરાનો કહું ભેદ,
સંખ્યાતા વલી વરસ હજાર, નરવેદી એક વરસ જ સાર. ભાવાર્થ – નપુંસક વેદ અને સ્ત્રીવેદનું સિદ્ધ થવાનું અંતર પડે તો સંખ્યાતા હજાર વરસનું પડે. પુરૂષવેદનું આંતરૂં એક જ વરસનું પડે. ૩૬૦ તીરથ દ્વાર પંચમ કહઈવાય, તીર્થકરી જિન મુગતિં જાય,
તીર્થંકરિ ઉતકષ્ટી કહી, એક શમઈ બઈ મુંગતઈ ગઈ. ભાવાર્થ – પાંચમું તીર્થ દ્વાર કહેવાય છે. તીર્થકરી (સ્ત્રીલિંગે) જિન મુકિતએ જાય ત્યારે ઉત્કૃષ્ટ એક સમયમાં બે સિદ્ધ થાય. ૩૬૧ એક શમઈ ઉત્તકષ્ટા કહ્યા ચ્યાર તીર્થકર મૂગતિ ગયા,
જિનવર વચ્ચમાં અંતર કહ્યો, નવ હજાર પૂર્વનો લહ્યો. ભાવાર્થ – તીર્થંકર એક સમયે ઉત્કૃષ્ટ ચાર મોક્ષે જાય. બે તીર્થકર (જિનવર)