________________
૧૬૬
વચ્ચે ઉત્કૃષ્ટ આંતરૂં નવ હજાર પૂર્વનું હોય. ૩૬૨ તીર્થંકરી એક મૂગતિ ગઈ, વલતી મૂંગતિં જાતી રહી,
કાલ અનંતો વચ્ચમાં જાય, ત્યાર પછી વલી સીધ જ થાય. ભાવાર્થ - જ્યારે એક તીર્થંકરી મુકિતમાં જાય પછી બીજી તીર્થંકરી મુક્તિમાં જાય એ બંનેની વચમાં અનંતો કાળ વીતી જાય પછી સિદ્ધ થાય.
ઢાલ
૮
ત્રપદીનો દેસી હો ભવીક જન આંચલી.
૩૬૩ છઠ્ઠું કહીઈ થંગ દ્વાર, ગૃહસ્તલંગિં સીઝઈ ચ્યાર,
તાપસાદિક દસ સાર, હો ભવીક જન આંચલી.
ભાવાર્થ છઠું લિંગદ્વાર કહે છે. ગૃહસ્થલિંગે (ઉત્કૃષ્ટ) ચાર સિદ્ધ થાય. તાપસાદિક દસ સિદ્ધ થાય.
૩૬૪ સ્વયંલંગિ સીધ એકસો આઠ, એક શમઈ લઈ મૂગત્ય જ વાટ, વોશરાવઈ ઘર હાટ. હો ભવીક.
ભાવાર્થ સ્વલિંગ સિદ્ધ એક સમયે એકસો આઠ સિદ્ધ થાય. સ્વલિંગ સિદ્ધ
-
શ્રાવક કવિ ઋષભદાસ કૃત
ઘર દુકાન વગેરે વોસિરાવીને મુક્તિપુરીની વાટ પકડે છે.
૩૬૫ સ્વલિંગ નર મુગતિં જાય, કદાચ્ય વચ્ચમાં અંતર થાયિ,
વર્ષ જાઝુ કહઈવાયિ, હો ભવીક જન.
ભાવાર્થ - સ્વલિંગ સિદ્ધ નર મોક્ષે ગયા પછી આંતરૂં પડે તો એક વર્ષ ઝાઝેરૂં
જાણવું.
૩૬૬ સાતમ્ કહીઈ ચારિત્ર દૂઆરો, યથાખ્યાત ચારીત્ર જે સારો, તે વણ્ય ન લહઈ પારો, હો ભવીક જન ...
ભાવાર્થ - સાતમું ચારિત્ર દ્વાર કહે છે. યથાખ્યાત ચારિત્ર સાર રૂપ છે એ વિના
પાર ન પમાય.
૩૬૭ એકસો આઠ મુગતિ પણિ જાય, કદાચિત અંતર વિચમાં થાયિ, વરસ એક કહઈવાયિ, હો ભવીક જન
...
ભાવાર્થ - (યથાખ્યાત ચારિત્રવાળા) ૧૦૮ મુક્તિ પામે કદાચ આંતરૂં પડે તો એક વરસનું પડે.
૩૬૮ આઠમું કહીયિ બુધ દ્વારો, પરતેક બુધ દસ પાંમઈ પારો,
સ્વયંબુધ સિધ ચ્યારો, હો ભવીક જન
ભાવાર્થ - આઠમું બુદ્ધ દ્વાર કહેવાય છે. પ્રત્યેક બુદ્ધ દસ સિદ્ધ થાય. સ્વયંબુદ્ધ ચાર સિદ્ધ થાય.
૩૬૯ બુધબોધી શ્રી મુગતિ વીસો, બુધબોધી જીઓ સીધ ચાલીસો, અંતર કહઈ જગદીસો, હો ભવીક જન
...