________________
જીવવિચાર રાસ એક અધ્યયન
૧૬૭ ભાવાર્થ – બુદ્ધબોહી સ્ત્રી વીસ સિદ્ધ થાય. બુદ્ધ લોહી જીવ ચાલીસ સિદ્ધ થાય હવે જગદીશ એમનું અંતર કહે છે. (સિદ્ધ પંચાશક પ્રમાણે એકસો આઠ જીવ સિદ્ધ થાય.) ૩૭૦ બુધબોધી નર મુગતિ જાયિ, કદાચી વચ્ચમાં અંતર થાયિ,
વર્ષ જાનૅ કહઈવાયિ, હો ભવીક જન .. ભાવાર્થ – બુદ્ધબોહી પુરૂષ મોક્ષે જતાં વચમાં આંતરું પડે તો એક વર્ષ ઝાઝેરું પડે. ૩૭૧ પ્રલેખ બુધ બુધ બોધી નારિ, વરસ તણાં ત્યાંહાં સહિસ વીચારિ,
સીધ આંતરૂં ધારય, હો ભાવીક જન આંચલી. ભાવાર્થ – પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધબોતિ સ્ત્રીનું આંતરું પડે તો એક હજાર વર્ષનું
પડે.
૩૭૨ સ્વયં બૂધ એક પામઈ પારો, કદાચી વચ્ચે નહી અગત્ય દૂઆરો,
પૂર્વ નવ હજારો, હો ભવીક જન આંચલી. ભાવાર્થ – એક સ્વયંબદ્ધ સિદ્ધ થાય પછી કદાચ વચમાં નવહજાર પૂર્વ સુધી બીજો કોઈ સ્વયંબુદ્ધ સિદ્ધ ન થાય.
ચઉપઈ - ૧૧ ૩૭૩ જાન દ્વાર નોમૂ કઈવાય, કેવલન્તાન વણિ મૂગત્ય ન જાય,
ત્રણિ જ્ઞાન પામી સીધ થાય, ચ્યાર પાંચ પામી નિ જાય. ભાવાર્થ – નવમું જ્ઞાન દ્વાર કહેવાય. કેવળજ્ઞાન વગર કોઈ મુક્તિમાં ન જાય (કોઈ જીવ) ત્રણ જ્ઞાન પામીને સિદ્ધ થાય, કોઈ ચાર તો કોઈ પાંચ જ્ઞાન પામીને જાય (સિદ્ધ થાય.). ૩૭૪ મતિ શ્રત ત્રીજૂ કેવલસાર, એવા એક શમઈ સીધ ચ્યાર,
મતિ શ્રત મન કેવલ કહઈવાય, ચ્યાર લહી દસ મુગતિ જાય. ભાવાર્થ – મતિ, મૃત અને ત્રીજું કેવળજ્ઞાન હોય એવા એક સમયે ચાર સિદ્ધ થાય. મતિ, શ્રુત, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ ચાર જ્ઞાન હોય એવા દસ જીવ મુકિતમાં જાય. ૩૭૫ મતિ મૃત અવધ્ય દુઓ કેવલી, અઠોતરસો સીઝઈ વલી,
પાંચ જ્ઞાનિ એક સો આઠ, એક સમઈ લહિ મુગત્ય જ વાટ. ભાવાર્થ – મતિ, શ્રુત, અવધિ અને કેવળજ્ઞાન તેમજ પાંચે જ્ઞાનવાળા ૧ સમયે એકસો આઠ સિદ્ધ થાય. ૩૭૬ મત્ય શ્રત કેવલજાનનો ધણી, એક ગયો નર મુગત્ય ભણી,
વલતો કો જાવા નવા જગઈ, ભાગ પલ્યોપમ અસંખ્યા લગઈ. ભાવાર્થ – મતિ - શ્રુત - કેવળજ્ઞાનનો ધણી એક મોક્ષમાં જાય પછી જો વચમાં