________________
૧૬૮
શ્રાવક કવિ ઋષભદાસ કૃત અંતર પડે તો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનું પડે. ૩૭૭મતિ મૃત અવધ્ય નિ કેવલજાન, એણઈ લાગઈ વરસ જાઝું માન, | મત્ય શ્રત અવધ્ય મન પરયાય, પાંચમું કેવલ લહી નિ જાય. ભાવાર્થ – મતિ, મૃત અવધિ અને કેવળજ્ઞાન એ ચાર જ્ઞાનવાળો એક જીવ મોક્ષે જાય પછી અંતર પડે તો એક વરસ ઝાઝેરાનું પડે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને પાંચમું કેવળજ્ઞાન મેળવીને જાય. ૩૭૮ હવઈ જો બીજા ભાગો વલી, મત્ય શ્રત મન પરજયા કેવલી,
સીધ આંતરા તણો વીચાર, જાયિ સંખ્યાતા વરસ હજાર. ભાવાર્થ – અને વળી બીજા ભાંગા પ્રમાણે મતિ, ચુત, મન:પર્યવ અને કેવળજ્ઞાન એ ચાર જ્ઞાનવાળાનું આંતરું પડે તો સંખ્યાતા હજાર વર્ષનું પડે. ૩૭૯ દસમું દ્વાર તે અવગાહના, સો એ ભેદ સુણ્યો એક મના,
જયગન અવગાહના બઈ હાથ, ચ્યાર મૂગત્ય તસ કહઈ જ્યગનાથ. ભાવાર્થ – દસમું અવગાહન દ્વાર છે. મેં એના ભેદ એક મન થઈને સાંભળો. જઘન્ય બે હાથની અવગાહનાવાળા ચાર મોક્ષે જાય એવું જગતનાથે કહ્યું છે. ૩૮૦ ધનુષ્ય પંચસહિં પોઢી, એક શમઈ બઈ મુગતિ જાય,
અવગાહના મધ્યમના ધણી, એકસો આઠ તે મુગત્ય ભણી. ભાવાર્થ – પાંચસો ધનુષની પૂર્ણ અવગાહનાવાળા એક સમયે બે મુકિતએ જાય. મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ મોક્ષને પ્રાપ્ત કરે. ૩૮૧ જયગન ઉતકષ્ટી અવગાહના, સીધ આંતરૂં સુયો એક મના,
કાલ અસંખ્યતા વચમાં જાય, ત્યાર પછી સીધ તે સાહી થાય. ભાવાર્થ – જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સિદ્ધનું આંતરું એક મન થઈને સાંભળો. અસંખ્યાતા કાળ જાય પછી સિદ્ધ થવાનું ચાલુ થાય. ૩૮૨ અવગાહના મધ્યમનો ધણી, તે નર ઐાલ્યો મુગતઈ ભણી,
કદાચ્ય પછી કો સીધ ન થાય, એક વરસ જાગૂ વચ્ચે જાય. ભાવાર્થ – મધ્યમ અવગાહનાવાળો જીવ સિદ્ધ થાય પછી વચમાં આંતરું પડે તો, (કોઈ સિદ્ધ ન થાય તો) એક વર્ષ ઝાઝેરું જાણવું. ૩૮૩ અગ્યારમ ઉતરકરષ દૂઆર, સમકીધ પામી વસ્યા કુમાર,
કાલ અનંત સંસારિ ફર્યા, કર્મ જોગ્ય વલી સમકીત વર્યા. ભાવાર્થ – અગિયારમું ઉત્કર્ષ દ્વાર - જેણે સમકિત પ્રાપ્ત કરીને લખ્યું પછી અનંતકાળ સંસારમાં ફરીને વળી કર્મયોગે સમકિતને પ્રાપ્ત કર્યું. ૩૮૪ અસા જીવ સીધ કેતા થાય, અઠોતેરસો મુગતિ જાય,
સમકિત પામીનિ જે વસ્યા, કાલ સંખ્યા અસંખ્યા ભમ્યા. ભાવાર્થ – સમક્તિ પામ્યા પછી વમીને જે સંખ્યાતા કે અસંખ્યાતાકાળ ભમ્યા.